<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

દિલ્‍હીમાં વાયુ પ્રદૂષણનો કહેરઃ આનંદ વિહારમાં એકયુઆઇ ૪૦૦ને પાર

નવી દિલ્‍હી,તા. ૧૬: રાજધાની દિલ્‍હીમાં એક દિવસની રાહત બાદ આજે ફરી હવાની ગુણવતા બગડી છે.  દિલ્‍હીનો સરેરાશ એકયુઆઇ ૨૦૦થી ઉપર છે. જ્‍યારે ગઇ કાલે હવાના સ્‍તરમાં સુધારો થતા મધ્‍યમ શ્રેણીમાં પહોંચી હતી. જયારે ફરીદાબાદમાં ૨૦૪, ગાઝીયાબાદમાં ૧૮૪, ગ્રેટર નોઇડામાં ૧૭૦, ગુરૂગ્રામમાં ૧૮૬ અને નોઇડામાં ૧૫૧ એકયુઆઇ નોંધાયો હતો.

(4:11 PM IST)