તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૭ શુક્રવાર
કેનેડામાં હિંદુઓ પર મંડરાઇ રહ્યું છે મોટું જોખમ
રાજકીય અસ્તિત્વ બચાવવા ખાલિસ્તાની સમર્થક બન્યા ટ્રુડોઃ ભારત અને ભારત સરકારને બદનામ કરવાની છે યોજના

દિલ્હી : ખાલિસ્તાન સમર્થકો પ્રત્યેના જસ્ટિન ટ્રુડોના પ્રેમે ભારત-કેનેડા સંબંધોમાં તિરાડ ઉભી કરી છે. બન્ને દેશોના સંબંધોમાં કડવાશ પછી પોત-પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે. કેનેડીયન બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે વડા પ્રધાન ટ્રુડો આ બધું આવતા વર્ષે થનાર ચુંટણીઓને ધ્યાનમાં લઇને કરી રહ્યા છે.
ખરેખર તો, મોંઘવારી અને બેરોજગારીના કારણે તેમની લોકપ્રિયતા બહુ ઝડપથી ઘટી છે. તેઓની સત્તા વાપસીની આશા પણ બહુ ઓછી દેખાઇ રહી છે. એટલે જાણી જોઇને તેઓ કેનેડામાં રહેતા શીખ મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે આ બધું કરી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ રાજકીય સફળતા માટે ખાલિસ્તાન સમર્થક અને ન્યુ ડેમોક્રેટીક પાર્ટીના વડા જગજીતસિંહના માર્ગે ચાલીને કેનેડીયન હિંદુઓને પણ નિશાન બનાવી શકે છે.
ખાલિસ્તાન સમર્થક હરદિપસિંહ નિઝઝરની હત્યા માટે ભારતને નિશાન બનાવવા માટે તેઓ અન્ય કેનેડીયન રાજકીય પક્ષોના સમર્થનની પણ આશા રાખી રહ્યા છે.
કેનેડા પર નજર રાખનારાઓનું કહેવું છે કે પોતાના રાજકીય અસ્તિત્વ માટે ટ્રુડો આતંકવાદી નિઝજર કેસમાં ભારતને ફસાવવા માટે વિદેશી હસ્તક્ષેપ પંચ અને રોયલછ કેનેડીયન માઉન્ટેડ પોલીસનો ઉપયોગ કરશે. એક ટોચના રાજદ્વારીએ કહ્યું, ‘‘ટ્રુડો કહે છે એમ જો નિઝઝર કેસ એટલો ચોક્કસ હોય તો તપાસ એજન્સી રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલીસે આજ સુધી ચાર્જશીટ કેમ દાખલ નથી કરી? કેનેડીયન સરકારે ખાલિસ્તાન ટાઇગર ફોર્સના આતંકવાદીની હત્યા સાથે ભારતીય એજન્ટોને જોડતા કોઇ પુરાવાઓ કેમ નથી આપ્યા?''
એ બિલ્કુલ સ્પષ્ટ છે કે કેનેડામાં ખાલિસ્તાની મતો મેળવવા, ટ્રુડો પ્રતિબંધિત એસએફજેના વકીલના સ્ટેટમેંટનો ઉપયોગ વિદેશી હસ્તક્ષેપ પંચમાં ભારતને દોષીત ઠેરવવા માટે કરશે કેમ કે તપાસમાં કોઇપણ વિરોધી સંગઠનને જાહેર સુનાવણીમાં પ્રવેશવાની પરવાનગી નહોતી અપાઇ. એક ટોચના સુરક્ષા અધિકારીએ કહ્યું, ‘‘આ એકતરફી તપાસ છે, માત્ર દેખાડો છે અને આની પાછળની આખી યોજના ભારત અને તેની સરકારને બદનામ કરવાની છે.''









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
