જોન્સન એન્ડ જોન્સન ચૂકવશે ૧ર૬ કરોડઃ બેબી પાવડરથી કેન્સર થયાનો હતો કેસ

નવી દિલ્હી, તા. ૧૬ : જોન્સન એન્ડ જોન્સનના નામથી લગભગ દરેક જણ પરિચિત છે અને મોટાભાગની માતાઓ પોતાના બાળકો માટે બાળસંભાળ સંબંધિત પ્રોડેક્ટ્સ ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખતી હોય છે. હવે આ મોટી કંપની વિશે મોટા સમાચાર આવ્યા છે, એવું કહેવાય છે કે કંપનીએ એક વ્યક્તિને ૧૫ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૨૬ કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. આ વ્યક્તિએ વર્ષ ૨૦૨૧ માં કેસ દાખલ કર્યો હતો અને કંપનીના બેબી પાઉડર પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેના સતત ઉપયોગથી કેન્સરનું જોખમ રહેલું છે.
કંપની પર લગાવવામાં આવેલા આરોપો વિશે વાત કરીએ તો કનેકટના એક વ્યક્તિ ઈવાન પ્લોટકીનએ થ્્રૂથ્ ના બેબી પાવડર પર આરોપ લગાવ્યો હતો કે દાયકાઓ સુધી આ ટેલ્ક પાવડરનો ઉપયોગ કરવાને કારણે તેને મેસોથેલિયોમા જેવું દુર્લભ કેન્સર થયું છે. આ વ્યક્તિએ વર્ષ ૨૦૨૧માં પોતાની બીમારીના નિદાન બાદ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
જ્યુરીએ કેસને ગંભીરતાથી લીધો અને જાણવા મળ્યું કે કંપનીએ નુકસાની ચૂકવવી જોઈએ, જે પછીથી કેસ સંભાળતા જજ દ્વારા નક્કી કરવામાં આવશે. હવે કંપનીને ૧૫ મિલિયન ડોલર ચૂકવવાનું કહેવામાં આવ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
