<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

પેટ્રોલ પંપ કર્મીની ધારાસભ્‍ય પાસે વિચિત્ર માંગ

મેં તમને વોટ આપ્‍યો છે, હવે તો લગ્ન કરાવી આપો

લખનૌ, તા. ૧૬ : યુપીના મહોબા જિલ્લાની ચરખારી સીટના ધારાસભ્‍ય બ્રજભૂષણ રાજપૂત જ્‍યારે પોતાની કારમાં પેટ્રોલ ભરવા માટે એક પંપ પર પહોંચ્‍યા ત્‍યારે ત્‍યાં તૈનાત એક કર્મચારીએ વિચિત્ર માંગણી કરી. કર્મચારીએ ધારાસભ્‍યને કહ્યું કે, ઁમે તમને મત આપ્‍યો છે, હું તમારો મતદાર છું, હવે તમારે મારા લગ્ન કરાવી આપવા જોઈએ. કર્મચારીની માંગ સાંભળીને પહેલા તો ધારાસભ્‍ય દંગ રહી ગયા. પછી તેને તેની નોકરી અને પરિવાર વિશે વાત કરી.

અંતે ધારાસભ્‍યએ ખાતરી આપી કે તેઓ તેમના માટે છોકરી શોધી કાઢશે અને તેમના લગ્ન કરાવવા માટે તમામ પ્રયાસ કરશે. ધારાસભ્‍ય અને પેટ્રોલ પંપના કર્મચારી વચ્‍ચેની વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો . છે.

 

(2:56 PM IST)