<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ઓમરના શપથવિધિ સમયે શ્રીનગર હાઇએલર્ટ ઉપર

 

જમ્‍મુ : આજે ઉમર અબ્‍દુલ્લાના શપથ ગ્રહણ સમારોહ પહેલા શ્રીનગરમાં શેર-એ-કશ્‍મીર આંતરરાષ્‍ટ્રીય સંમેલન કેન્‍દ્ર (એસ કે આઇસીસી)ની અંદર અને આજુબાજુ સુરક્ષા વ્‍યવસ્‍થા કડક કરી દેવાઇ છે. આજે સવારે ૧૧.૩૦ વાગ્‍યે ઉપરાજયપાલ મનોજ સિંહા દ્વારા ઉમર અને તેમના પ્રધાનમંડળને શપથ ગ્રહણ કરવાયા છે.

પત્રકારો સાથે વાત કરતા એક સીનીયર સુરક્ષા અધિકારીએ કહ્યું કે કાર્યક્રમની હાઇ પ્રોફાઇલ પ્રકૃતિ અને ઉપરાજયપાલની ઉપસ્‍થિતીને ધ્‍યાનમાં રાખીને સમારોહના સુચારૂ સંચાલનને સુનિશ્‍ચીત કરવા માટે વ્‍યાપક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરાયા છે.

આજે શપથ ગ્રહણ વિધી પછી નવા મુખ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં એક મીટીંગ બપોરે ૩.૦૦ શ્રીનગરમાં સીવીલ સચિવાલયના ત્રીજા માળે આવેલ મીટીંગ હોલમાં યોજાઇ રહી છે.

(3:04 PM IST)