News of Wednesday, 16th October 2024
ગુગલે એ Android નવું વર્ઝન ૧૫ રિલીઝ કર્યું
યુઝર્સને અલગ સ્પેસ બનાવવાની મળશે સુવિધાઃ પીકસેલ વપરાશકર્તા માટે રોલ આઉટ કરાયુ

નવી દિલ્હી તા. ૧૬ :.. ગુગલે સત્તાવાર રીતે Android ૧૫ લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેનું સ્ટેબલ વર્ઝન બહાર પાડ્યું છે. જોકે, Android ૧૫ હાલમાં Pixel યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. અન્ય યુઝર્સે થોડા દિવસ માટે રાહ જોવી પડશે. અન્ય બ્રાન્ડના ફોનને આ વર્ષના અંત સુધીમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ મળશે.
કંપનીએ આ અપડેટમાં પ્રાઈવેટ સ્પેસનું ફીચર ઉમેર્યું છે, જે યુઝર્સને અલગ સ્પેસ બનાવવાની સ્વતંત્રતા આપે છે. યુઝર્સ તેમની તમામ પ્રાઈવેટ એપ્સ આ સ્પેસમાં રાખી શકે છે. અહીં યુઝર્સ પોતાની માહિતીને અન્ય લોકોની નજરથી સુરક્ષિત રાખી શકે છે. વધુમાં, ઓથેન્ટિકેશનનું વધારાનું સ્તર પણ ઉપલબ્ધ છે.
કંપનીએ માત્ર Pixel યુઝર્સ માટે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ રિલીઝ કરી છે. નવા ફીચર્સનું એકસેસ Pixel ૬ સિરીઝ - Pixel ૬, Pixel ૬ Prં અને Pixel 6aને મળશે. આ સિવાય Pixel ૭ સીરીઝ (Pixel 7, Pixel 7 Prં અને Pixel 7a), Pixel ૮ સીરીઝ (Pixel 8, 8a અન Pixel 8 Pro), Pixel Fold અન Pixel Tabletને મળશે.
આ સિવાય લેટેસ્ટ Pixel ૯ સિરીઝને પણ તેનો સપોર્ટ મળશે. આ તમામ ડિવાઇઝને OTA દ્વારા અપડેટ્સ મળશે. તેને એન્ડ્રોઇડ ડેવલપર વેબસાઇટ પરથી મેન્યુઅલી પણ ડાઉનલોડ કરી શકાય છે.અન્ય કયા ડિવાઇઝને અપડેટ મળશે?
Googleએ પહેલેથી જ પુષ્ટિ કરી છે કે, Android ૧૫ અપડેટ Samsung, iQOO, Nothing, OnePlus, Vivo, Xiaomi, Honor અને અન્ય બ્રાન્ડ્સના ફોનને પણ મળશે. પરંતુ આ બ્રાન્ડ્સના ફોનને થોડા સમય પછી સ્ટેબલ અપડેટ મળશે.ઘણા નવા ફીચર્સ મળશે
Android ૧૫માં ઘણા નવા ફીચર્સ જોવા મળશે. કંપની ઇન-એપ કેમેરા કંટ્રોલ, લો લાઇટ બૂસ્ટ, HDR હેડરૂમ કંટ્રોલ અને અન્ય નવા કેમેરા ફીચર્સ ઓફર કરી રહી છે. જેમાં તમને વધુ સારું ખ્સ્૧ સોફટવેર ડીકોડર, PDF હેન્ડલિંગ અને ગ્રાફિક્સ સંબંધિત ઘણા ફીચર્સ મળશે.
યુઝર્સ એપ્લિકેશનોને આર્કાઇવ કરીને તેમની સ્પેસ ખાલી કરી શકશે. આ સાથે પ્રાઈવેટ સ્પેસ બનાવવાનો વિકલ્પ પણ મળશે. Android ૧૫ને સારું પ્રિવ્યૂ, પિક્ચર-ઇન-પિક્ચર, DND નિયમ, સેટેલાઇટ કનેક્ટિવિટી, સારું NFC અને વાોલેટ જેવા ઘણા સુધારાઓ મળશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
