<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા અજિત પવારને મોટો ફટકો : પૂણેના મેયર સહિત 600 કાર્યકરોએ રાજીનામુ આપ્યું

રાજ્યપાલ દ્વારા નિયુક્ત વિધાન પરિષદમાં ધારાસભ્યોની નિમણૂક ન કરવાથી નારાજ અજિત પવાર જૂથના પૂણે શહેર પ્રમુખ દીપક માનકર સહિત 600 કાર્યકરોએ પાર્ટી છોડી દીધી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ બુધવારે NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત વિધાન પરિષદમાં ધારાસભ્યોની નિમણૂક ન કરવાથી નારાજ અજિત પવાર જૂથના પૂણે શહેર પ્રમુખ દીપક માનકર સહિત 600 કાર્યકરોએ પાર્ટી છોડી દીધી હતી.તેમણે  પત્રકાર પરિષદમાં પાર્ટી છોડવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ દ્વારા 12માંથી 7 નેતાઓને ધારાસભ્ય તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ બપોરે 12 વાગ્યે વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો. આ સાત પૈકી અજિત પવાર જૂથના નેતા અને છગન ભુજબળના પુત્ર પંકજ ભુજબળે શપથ લીધા હતા. તો અહીં શિંદે જૂથના નેતા અને પૂર્વ ધારાસભ્ય મનીષા કાયંદેએ શપથ લીધા. આ અંગે અજિત પવાર જૂથના પૂણે શહેર પ્રમુખ દીપક માંકરે નારાજગી વ્યક્ત કરી હતી અને શહેર પ્રમુખ સહિત લગભગ 600 લોકોએ રાજીનામું ધરી દીધું છે

   તેમણે કહ્યું કે, હું અન્ય લોકોની જેમ આગળ વધી શકતો નથી. કાર્યકરોએ જાતે જ રાજીનામા આપી દીધા છે. હું પણ રાજીનામું આપી રહ્યો છું. કાર્યકરોએ તેમના રાજીનામા પાછા ખેંચવા જોઈએ.

  તેમણે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તમામ હોદ્દા ભુજબળ સાહેબના ઘરમાં જ આપવામાં આવે છે તો અન્ય કાર્યકરોને ક્યારે તક મળશે? હું શનિવાર સુધીમાં અજિત પવારને મારું રાજીનામું સોંપી દઈશ. પૂણે શહેરના કાર્યકરોએ માંગ કરી હતી કે, દીપક માનકરને વિધાન પરિષદમાં તક મળવી જોઈએ. આ બધું અજિત પવારના હાથમાં છે અને તેમણે પંકજ ભુજબળને તક આપી પરંતુ મને છોડી દીધો?

 

તેમણે કહ્યું કેસ મહાયુતિ પર તેમની શું અસર પડશે, આ કહેવું સંભવ નથી. રૂપાલી ચાકણકર અને મને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટિકિટ આપો. પછી ખબર પડશે કે કોની પાસે કેટલો દમ છે તે ખબર પડશે. સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે. સુનીલ તટકરે અધ્યક્ષ છે.

(8:54 PM IST)