મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપે 110 બેઠકો માટે ઉમેદવારોને ફાઈનલ કર્યા: CECની મંજૂરી
કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મહારાષ્ટ્રની લગભગ 110 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરીની મહોર મારી દીધી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ચાલી રહેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. વડા પ્રધાન મોદી અને અન્ય CEC સભ્યો ઉપરાંત, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને રાજ્યના કેટલાક અન્ય અગ્રણી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. ભાજપે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તેના હિસ્સાની બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે.
કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મહારાષ્ટ્રની લગભગ 110 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. સીઈસીએ બાકીની બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ કરવાની જવાબદારી ભાજપ અધ્યક્ષ પર છોડી દીધી છે. બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે ફરીથી કોઈ સીઈસીની બેઠક નહીં થાય. શિવસેના એકનાથ શિંદે અને એનસીપી અજિત પવાર સાથે સીટની વહેંચણી કર્યા બાદ બાકીની સીટો માટે ભાજપ તેના ઉમેદવારો નક્કી કરશે.
ભાજપ તેના બાકીના ઉમેદવારોના નામ સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી બાદ નક્કી કરશે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદીગઢમાં એનડીએની બેઠકની સાથે સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સાથે વાતચીત કરી શકે છે. ભાજપ શુક્રવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તે બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી જેના પર ભાજપ 288 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેના ઉમેદવારો ઉભા કરવા ઈચ્છે છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષ લગભગ 150 બેઠકો પર ચૂંટણી લડશે, બાકીની બેઠકો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાનીવાળી NCP માટે છોડી દેશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
