તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
ચંદ્ર પર અંતરિક્ષ સ્ટેશનનું નિર્માણ કરશે ડ્રેગન : માનવયુક્ત ચંદ્ર મિશન શરૂ કરશે
અંતરિક્ષ સ્ટેશન સંચાલન, માનવયુક્ત ચંદ્ર અન્વેષણ યોજનાને લાગુ કરવા, પોતાના ચંદ્ર અન્વેષણ કાર્યક્રમને ચોથા તબક્કામાં અને ગ્રહ અન્વેષણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બેજિંગ: ચાઇના એકેડેમી ઓફ સાયન્સીસ (સીએએસ),ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને ચાઇના મૈન્ડ સ્પેસ એજન્સી દ્વારા હાલમાં પત્રકારો સમક્ષ કેટલાક ચીનના અંતરિક્ષ વિજ્ઞાન લક્ષ્યોને રેખાંકિત કર્યા હતા. તેમાં આગામી દશકામાં પોતાના અંતરિક્ષ કાર્યક્રમનો વિસ્તાર કરવા માટે માનવયુક્ત ચંદ્ર મિશન શરૂ કરવા, ચંન્દ્ર અંતરીક્ષ સ્ટેશનનું નિર્માણ કરવા અને રહેવા યોગ્ય ગ્રહ તથા પૃથ્વી ઉપરાંત અન્ય જગ્યાઓ પર જીવનની જાણકારી મેળવવાની યોજનાની જાહેરાત કરી હતી. દેશના મહત્વના અંતરીક્ષ એકમોને અંતરીક્ષ વિજ્ઞાનને માટે દીર્ઘકાલીન વિકાસ કાર્યક્રમનું અનાવરણ કર્યું, જે ૨૦૨૪ થી ૨૦૫૦ સુધી દેશના અંતરીક્ષ વિજ્ઞાન મિશન અને અંતરીક્ષ અનુસંધાનની યોજનાનું માર્ગદર્શન કરશે.
તેમાં પાંચ મુખ્ય વૈજ્ઞાનિક વિષયો મુજબ ૧૭ પ્રાથમિકતા વાળા ક્ષેત્ર અને ત્રણ તબક્કા વાળા પ્રાથમિક કામો સામેલ છે. સીએએસ ના ઉપાધ્યક્ષ ડિગ ચિબિયાઓ એ જણાવ્યું કે, ચીન દ્વારા શરૂ કરવામાં આવેલ અંતરરાષ્ટ્રીય ચંદ્ર અનુસંધાન સ્ટેશનનું નિર્માણ ૨૦૧૮ થી ૨૦૩૫ સુધી બીજા તબક્કા દરમિયાન કરવામાં આવશે. પહેલા તબક્કામાં, ચીન ૨૦૨૭ સુધી અંતરિક્ષ સ્ટેશન સંચાલન, માનવયુક્ત ચંદ્ર અન્વેષણ યોજનાને લાગુ કરવા, પોતાના ચંદ્ર અન્વેષણ કાર્યક્રમને ચોથા તબક્કામાં અને ગ્રહ અન્વેષણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
