<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ટીમ ઇન્‍ડિયાનો શરમજનક ફલોપ-શો : માત્ર ૪૬ રનમાં ફીંડલુ

બેંગ્‍લોર ટેસ્‍ટ દિવસ -રઃ રોહિતે ટોસ જીતી બેટીંગ લીધા બાદ ધબાય નમઃ : ૯૧ વર્ષના ટેસ્‍ટ ઇતિહાસની પહેલી ઘટના : નવ બેટરો તો ડબલ ફીગરમાં પણ પહોંચી ન શકયાઃ ઘર આંગણે સૌથી ઓછા સ્‍કોરનો ૩૭ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો

બેંગ્‍લુરૂ તા. ૧૭ : બાંગ્‍લાદેશ સામે ટેસ્‍ટ સિરીઝમાં શાનદાર જીત મેળવ્‍યા બાદ ન્‍યુઝીલેન્‍ડ સામે ટીમ ઇન્‍ડિયાનો ફલોપ શો સાબિત થયો છે. બેંગ્‍લુરૂ ટેસ્‍ટમાં આખી ટીમ માત્ર ૪૬ રનના ઓલઆઉટ થઇ ગઇ છે. આપણા બેટરો પાણીમાં બેસી ગયા હતા. નવ બેટરો તો ડબલ ફીગરે પણ પહોંચી શકયા ન હતા. ટીમ ઇન્‍ડિયાએ તેના ઇતિહાસનો સોૈથી લોએસ્‍ટ સ્‍કોર બનાવ્‍યો છે. તે ઘરઆંગણે સોૈથી ઓછા સ્‍કોરનો ૩૭ વર્ષ જુનો રેકોર્ડ તોડયો છે.

બેગ્‍લુરૂ ટેસ્‍ટનો પ્રથમ દિવસ વરસાદના લીધે ધોવાઇ ગયો હતો. આજે બીજા દિવસે ટીમ ઇન્‍ડિયાએ ટોસ જીતી દાવ લેતા આખી ટીમ માત્ર ૩૧.ર ઓવરમાં ૪૬ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં જયસ્‍વાલ ૧૩ અને પંતના ૨૦ રન સિવાયના બેટરો ડબલ ફિગરમાં પણ પહોંચી શકયા ન હતા.

રોહિત ર, વિરાટ ૦, સરફરાઝ ૦, રાહુલ ૦, જાડેજા ૦, અશ્‍વિન, કુલદિપ ર, બુમરાહ ૧ રને આઉટ થયા હતા. ન્‍યુઝીલેન્‍ડના મેટ હેનરીએ માત્ર ૧૫ રન આપી પ વિકેટે અને વિલઓ'સુકએ રર રન આપી ૪ વિકેટે લીધી હતી.

આ લખાય છે ત્‍યારે ન્‍યુઝીલેન્‍ડ દાવમાં છે અને ૧૨ ઓવરમાં ૪૪ રન બનાવ્‍યા છે. ડેવોન કોન્‍વે ૩૭ અને ટોમ લાથમ ૭ રને દાવમાં છે.

(3:11 PM IST)