<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સોશિયલ મીડિયા ઉપર લોરેન્સ બિશ્નોઈનો નંબર માંગ્યો અને કહ્યું કે તે તેના ફાયદાની વાત છે

નમસ્તે લોરેન્સ બિશ્નોઈ ભાઈ, સાંભળ્યું છે કે તમે જેલમાંથી ઝુમ કોલ કરી રહ્યા છો. મારે તમારી સાથે વાત કરવી છે. મહેરબાની કરીને કહો કે આ કેવી રીતે થઈ શકે ? આપણી આખી દુનિયામાં સૌથી સુંદર સ્થળ રાજસ્થાન છે અમે ત્યાં પૂજા માટે મંદિર આવવા માંગીએ છીએ પણ તેની પહેલા ઝુમ પર તમારી સાથે વાત થઈ જાય તો સારું

નવી દિલ્હી તા.૧૭ :સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈનો નંબર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મોબાઈલ નંબર માંગ્યો હતો. સાથે જ કહ્યું હતું કે તેમની પૂજા કરવા માંગે છે. 

સોમી અલીનો લોરેન્સ બિશ્નોઈને સીધો મેસેજ

સોમી અલીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈને આ સીધો મેસેજ છે. નમસ્તે લોરેન્સ બિશ્નોઈ ભાઈ, સાંભળ્યું છે કે તમે જેલમાંથી ઝુમ કોલ કરી રહ્યા છો. મારે તમારી સાથે વાત કરવી છે. મહેરબાની કરીને કહો કે આ કેવી રીતે થઈ શકે. આપણી આખી દુનિયામાં સૌથી સુંદર સ્થળ રાજસ્થાન છે. અમે ત્યાં પૂજા માટે મંદિર આવવા માંગીએ છીએ. પણ તેની પહેલા ઝુમ પર તમારી સાથે વાત થઈ જાય. વિશ્વાસ રાખો કે આ તમારા ફાયદાની વાત છે. તમારો મોબાઈલ નંબર આપશો તો મોટો ઉપકાર રહેશે. 

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા હાલ વધારી દેવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી એક પોસ્ટ પણ વાયરલ થઈ હતી. જેમાં દાવો કર્યો હતો કે જે પણ સલમાન ખાનની મદદ કરશે તેનું પણ આ જ પરિણામ આવશે.

(4:58 PM IST)