<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કેપ્ટન અજય સિંહનું કોંગ્રેસમાંથી રાજીનામું : હરિયાણામાં ચૂંટણી બાદ પાર્ટીમાં ધમસાણ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીમાં આંતરકલહ :કોંગ્રેસ ઓબીસી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવે પાર્ટી છોડી

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં અંદરોઅંદર લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ ઓબીસી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવે ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે હરિયાણા ચૂંટણીમાં હાર બાદ કેપ્ટન અજય સિંહ યાદવે કોંગ્રેસ પર અન્ય પછાત વર્ગોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો છે અને ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ રહી છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

  હરિયાણા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના નેતાઓ વચ્ચેના આંતરકલહને હાર માટે જવાબદાર ગણાવી પાર્ટીએ એક સમિતિની રચના કરી છે. આ કમિટી હારના કારણોની તપાસ કરશે.

 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં ભાજપને 48, કોંગ્રેસને 37, INLDને બે અને અન્યને ત્રણ બેઠકો મળી છે. જો કે ચૂંટણી પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં પરત ફરી રહી છે, પરંતુ ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

(6:26 PM IST)