News of Thursday, 17th October 2024
આરોપીઓ પર શા માટે ગોળીબાર કરવો પડ્યો ? : બહરાઈચ એન્કાઉન્ટર મામલે પોલીસે કર્યો ખુલાસો
પોલીસે બહરાઇચ હિંસાના બે આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું જેમાંથી એકની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશ પોલીસે બહરાઈચ હિંસાના બે આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું છે. એક આરોપી સરફરાઝની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટર બહરાઈચ નજીક નાનપારામાં થયું હતું. એન્કાઉન્ટરને લઈને પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પોલીસ પર હુમલો કરીને નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. જે બાદ તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું. હવે પોલીસે એન્કાઉન્ટરની સંપૂર્ણ કહાણી જણાવી છે.
પોલીસે જણાવ્યું કે પહેલા બે આરોપીઓના કહેવા પર, જ્યારે પોલીસની ટીમ તેમને હત્યામાં વપરાયેલ હથિયાર રિકવર કરવા લઈ ગઈ ત્યારે તેઓએ ત્યાં રાખેલા હથિયારોથી પોલીસ પર ફાયરિંગ કર્યું. જવાબી ગોળીબારમાં બંનેને ગોળી વાગી હતી
એન્કાઉન્ટર પર બહરાઇચ એસપી વૃંદા શુક્લાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું- મહારાજગંજ માર્કેટમાં રામ ગોપાલ મિશ્રાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નામ આપવામાં આવેલા આરોપીઓ મોહમ્મદ ફહીમ, મોહમ્મદ તાલીમ ઉર્ફે સબલુ, મોહમ્મદ સરફરાઝ, અબ્દુલ હમીદ અને મોહમ્મદ અફઝલની ધરપકડ કરવામાં આવી છે.
હત્યામાં વપરાયેલ હથિયારની રિકવરી માટે સરફરાઝ અને તાલીમ ઉર્ફે સબલુને નાનપરા વિસ્તારમાં લઈ જવાયા હતા. અહીં તેઓએ પોતાના હથિયારોથી પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં બંનેને ગોળી વાગી હતી. આ પછી બંનેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડોક્ટરની ટીમ ત્યાં સારવાર આપી રહી છે. આ સાથે રામ ગોપાલ મિશ્રાની હત્યામાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ મળી આવ્યો છે
એસપીએ કહ્યું- આ કેસમાં હજુ વધુ લોકોની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ દરોડા પાડી રહી છે. હિંસક ઘટનામાં સંડોવાયેલા, અફવા ફેલાવવામાં કે ષડયંત્ર રચવામાં, જેમણે કોઈપણ રીતે ભૂમિકા ભજવી હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં હજુ વધુ ધરપકડ કરવાની બાકી છે. તમામ સામે રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
બહરાઈચમાં રવિવારે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન બંને પક્ષો વચ્ચે હિંસા થઈ હતી. જેમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની ગોળી વાગી હતી. આ પછી હિંસા વધુ ભડકી હતી. બંને પક્ષોએ એકબીજાના ઘરો અને ધંધાકીય સંસ્થાઓને આગ ચાંપી હતી. પોલીસનું કહેવું છે કે રામ ગોપાલ મિશ્રાનું મોત ગોળી વાગવાથી થયું હતું. તેની સામે થયેલી નિર્દયતાની વાર્તાઓ ભ્રામક અને ખોટી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
