<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ગતિશક્તિ પોર્ટલમાં ખાનગી ક્ષેત્ર માટેના માર્ગને મોકળો કરાશે

એનપીજીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂ.૧૫.૩૯ લાખ કરોડ ઉપરાંતના ૨૦૮ પ્રોજેક્ટને બહાલી આપી

નવીદિલ્હી: પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન પોર્ટલના સિદ્ધાંતોની સાથે તાલ મિલાવતા હોય તે પ્રમાણેના વિશાળ માળખાકીય પ્રોજેક્ટ આવતા રહે તેનું ધ્યાન નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (એનપીજી) રાખે છે. એનપીજીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂ.૧૫.૩૯ લાખ કરોડ ઉપરાંતના ૨૦૮ પ્રોજેક્ટને બહાલી આપી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

  પત્રકારો સાથેની વાતચીતમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) ના સચિવ અમરદીપ સિંઘ ભાટીયાએ જણાવ્યું હતું કે, “ગ્રુપ જે પ્રોજેક્ટ માટે ભલામણ કરી છે તે પૈકી વધારેમાં વધારે પ્રોજેક્ટ રસ્તાઓ (૧૦૧)ને બહાલી આપી છે. અન્ય જે પ્રોજેક્ટમાં ભલામણ કરી છે તે પૈકી ૭૩ રેલવેના, શહેરી વિકાસના ૧૨ અને ૪ તેલ અને ગેસ મંત્રાલયને લગતા છે. પીએમ ગતિશક્તિ

એનએમપી મલ્ટીમોડેલ કનેક્ટિવિટી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ૨૦૨૧ માં કાર્ય કરવામાં આવ્યું હતું. પીએમ ગતિ શક્તિને કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું. પીએમ ગતિશક્તિને કાર્યાન્વિત કરે હવે ત્રણ વર્ષ પૂરા થયા છે.

  તેમણે ઉમેર્યું કે, સરકાર હવે એનએમપી પોર્ટલમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશ માટેનો માર્ગ મોકળો કરવાનું આયોજન ધરાવે છે. આ માટેની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ખાનગી ક્ષેત્ર સાથે પણ પરામર્શ કરવામાં આવી રહ્યો છે અને તેના આધારે કેટલીક વિગતો તૈયાર કરવામાં આવશે

(11:18 PM IST)