<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સ્પેશિયલ બેન્ચ પાંચ નિયુક્ત ધારાસભ્યોના કેસની સુનાવણી કરશે : હાઇકોર્ટે રચનાને મંજૂરી આપી

હાઈકોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં નિયુક્ત પાંચ ધારાસભ્યોના કેસની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીએ પણ શપથ લઈ લીધા છે, પરંતુ ચૂંટણી સંબંધિત એક મુદ્દો હજુ વિવાદમાં છે. આ મુદ્દો લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પાંચ ધારાસભ્યોની નિમણૂકનો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યના એલજી મનોજ સિન્હાએ આ ધારાસભ્યોને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નિયુક્ત કર્યા હતા.

   વિપક્ષે એલજીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો. કેટલાક લોકો તેની સામે કોર્ટમાં પણ ગયા હતા. હવે આ મામલે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક વિશેષ બેંચની રચના કરી છે, જે આ કેસની સુનાવણી કરશે.

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વિધાનસભામાં પાંચ ધારાસભ્યોના નામાંકનના મુદ્દા પરની પીઆઈએલની સુનાવણી કરતા, શ્રી જસ્ટિસ તાશી રાબસ્તાન એક વિશેષ બેંચની રચના કરવા સંમત થયા હતા. 

અરજદાર ડી કે ખજુરિયા અને જેકેપીસીસીના પ્રવક્તારવિન્દર શર્માએ આ મુદ્દા પર વહેલી સુનાવણીની માંગ કરતી અરજી દાખલ કરી હતી, જેને મુખ્ય ન્યાયાધીશ દ્વારા સ્વીકારવામાં આવી હતી. અરજીકર્તા ખજુરિયાએ કહ્યું કે આ મામલો ખૂબ જ મહત્વપૂર્ણ છે

. તેમણે કોર્ટમાં જણાવ્યું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ. અભિષેક મનુ સિંઘવી દલીલ કરશે. ચર્ચા દરમિયાન ખજુરિયાએ નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ પણ વાંચ્યો હતો, જેમાં તેમને હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

(12:07 AM IST)