તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Friday, 18th October 2024
પ્રાગમાં છે દુનિયાની સૌથી સાંકડી શેરીઃ બે માણસ ફસાઈ ન જાય એટલે સિગ્નલ મુકાયાં

પ્રાગ,તા. ૧૮: રસ્તા પર અકસ્માત ન થાય કે ટ્રાફિક જેમ ન થાય એ માટે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવતાં હોય છે, પરંતુ ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં એક શેરીના બન્ને છેડે ટ્રાફિક સિગ્નલ મુકાયાં છે. પ્રાગના માલા સ્ટ્રાનામાં આવેલી આ શેરી ૩૨ ફુટ લાંબી છે, પણ એની પહોળાઈ ફક્ત ૧૯ ઇંચ છે. એટલે કે વાહનો તો ભૂલી જ જાઓ, બે માણસ સાથે-સાથે કે સામસામે ચાલે તો પણ ફસાઈ જાય અને આવું ન થાય એટલે શેરીના બન્ને છેડે ટ્રાફિક-સિગ્નલ બેસાડવાં પડ્યાં છે. કોઈ માણસ આ શેરીની અંદર જાય એ પહેલાં નાકા પાસે મૂકેલા સિગ્નલનું બટન દબાવવાનું હોય છે. બટન દબાવવાથી બન્ને છેડે સિગ્નલ ઓન થઈ જાય છે. ગ્રીન સિગ્નલ થાય પછી જ અંદર જવાનું હોય છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
