<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

કપાયેલો હાથ, ધૂળથી ખરડાયેલુ શરીરઃ હમાસ વડા યાહ્યા સિનવારની અંતિમ ક્ષણો

ડ્રોને કેદ કરી તસવીરો

નવી દિલ્‍હી,તા. ૧૮: હમાસના વડા યાહ્યા સિનવારનો છેલ્લો વીડિયો છે, જે ઇઝરાયેલી આર્મી (IDF) દ્વારા બહાર પાડવામાં આવ્‍યો છે, જેમાં કપાયેલ હાથ, લોહીથી લથપથ શરીર, માથાથી પગ સુધી ધૂળથી ખરડાયેલો અને એક વ્‍યક્‍તિ ભાગવાનો અસફળ પ્રયાસ કરી રહ્યો છે. યાહ્યા સિનવારની અંતિમ ક્ષણો આ વીડિયોમાં કેદ કરવામાં આવી છે. હમાસના વડા તેમની અંતિમ ક્ષણોમાં ખૂબ જ લાચાર દેખાય છે. ગુરુવારે સાંજે ઇઝરાયેલના હુમલામાં હમાસના વડા યાહ્યા સિનવાર માર્યા ગયા બાદ IDFએ હવે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જાહેર થતાં જ સિનવારની હત્‍યાના પુરાવા પણ સામે આવ્‍યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યાહ્યા સિનવારને મારવા માટે ઈઝરાયેલે સ્‍પેશિયલ ઓપરેશન શરૂ કર્યું હતું.

યાહ્યાસિનવારની હત્‍યા બાદ IDFના પ્રવક્‍તા ડેનિયલ હગારીએ એક નિવેદન જાહેર કર્યું છે. હગારીએ જણાવ્‍યું હતું કે અમારી ટીમે ફ્‌લેટની શોધખોળ દરમિયાન સિનવારને શોધી કાઢયો હતો. તરત જ અમારી સેનાને તેના સ્‍થાનની જાણ થઈ, તેણે પોતાને બચાવવા માટે અહીંથી ત્‍યાં ભાગવાનું શરૂ કર્યું. અમારી ટીમે સમયસર તેનું સ્‍થાન શોધી કાઢયું અને તેને ખતમ કરી દીધો. ગાઝામાં ઈઝરાયેલ દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિશેષ ઓપરેશન દરમિયાન સિનવારના ઘણા વધુ સહયોગીઓ પણ માર્યા ગયા છે.

(2:33 PM IST)