<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

યુઝર્સ સિમ કાર્ડ કે નેટવર્કની મદદ વગર ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે

BSNLની એલન મસ્કને ટક્કર આપવાની તૈયારી : Viasat સાથે હાથ મિલાવ્યા

નવી દિલ્હી, તા.૧૮:  BSNL સતત નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે.  જેમાં BSNL એ Viasat સાથે હાથ મિલાવ્યા છે. કંપની દ્વારા D2D ટેકનોલોજીને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટેકનોલોજીથી યુઝર્સ સિમ કાર્ડ કે નેટવર્કની મદદ વગર ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે. આ નવી ટેકનોલોજીનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટફોન સાથે થઈ શકે છે. તેનો ઉપયોગ સ્માર્ટ ઉપકરણો અને સ્માર્ટ વોચ પર પણ કરી શકાશે.

જેમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પણ કનેકિટવિટી નબળી છે. જેના લીધે  ગ્રાહકોને નેટવર્ક આઉટેજનો સામનો નહીં કરવો પડે. Viasat ટેકનોલોજીથી મદદથી તમે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અને કારને સીધા સેટેલાઇટ નેટવર્ક સાથે કનેકટ કરી શકો છો. આ ઉપકરણની મદદથી ગ્રાહક મોબાઈલ ફોન અને ઉપકરણ બંનેને સરળતાથી કનેકટ કરી શકશે. એટલે કે તમારે લોકેશન માટે રાહ જોવાની જરૃર નથી. કવરેજ પણ સારું મળે છે. કોમ્યુનિકેશન પણ સારું મળે છે.

સેટેલાઇટ નેટવર્કને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એલોન મસ્કની કંપની સ્પેસએકસ દ્વારા આના પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. મસ્કની નજર હજુ પણ ભારતીય બજાર પર છે. પરંતુ BSNL હવે પોતાનું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે. આ પણ સેટેલાઇટ નેટવર્ક જેવું હશે. હવે તેનું ટેસ્ટિંગ વર્ક પણ પૂરું થઈ ગયું છે. ટેસ્ટિંગ બાદ તેને મંજૂરી પણ આપવામાં આવી છે. જ્યારે દરેક કંપની આ ટેકનોલોજી પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. જ્યારેએલોન મસ્ક પણ ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરી શકે છે.

 

(3:11 PM IST)