<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

બહરાઈચ હિંસા મામલે 23 આરોપીઓના ઘરે લગાવાઈ નોટિસ:ગેરકાયદે મકાન ખાલી કરવા 3 દિવસનું અલ્ટીમેટમ

હિંસાગ્રસ્ત મહારાજગંજ વિસ્તારમાં 23 ઘર પર લાલ નિશાન પણ કર્યાં

બહરાઇચ હિંસાના ચાર દિવસ બાદ પોલીસે ગોળીબાર કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. હવે હિંસા કેસમાં પકડાયેલા આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે. વહિવટી તંત્રે, ગેરકાયદે ઘર પર નોટિસો ચોંટાડી દીધી છે અને હિંસાગ્રસ્ત મહારાજગંજ વિસ્તારમાં 23 ઘર પર લાલ નિશાન પણ કર્યાં છે. નોટિસમાં ત્રણ દિવસમાં ગેરકાયદે મકાન ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. ત્યાર બાદ આ ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે.

(9:21 PM IST)