News of Friday, 18th October 2024
ભારતની માનવતાની મહેક! લેબેનોનના હજારો નાગરિકો માટે રાહત અને તબીબી સેવા મોકલી
ભારતે 33 ટનથી વધારે રાહત સામગ્રી બેરુત મોકલી આપી

ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે લેબેનોનના નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં નાગરિકો નિરાશ્રિત બની ગયા છે. તેમને તબીબી સારવાર અને ભોજનની વ્યવસ્થાની વ્યાપક પ્રમાણમાં જરૂર રહી છે.
યુદ્ધની આ સ્થિતિ વચ્ચે ભારત માનવતાની મહેકને પ્રસારી રહ્યું છે અને ઉમદા કાર્ય કરી રહ્યું છે. માનવતાની ઉમદા ભાવનાના આધારે ભારતે લેબેનોનને વ્યાપક જથ્થામાં રાહત સામગ્રી મોકલી છે. ભારતે 33 ટનથી વધારે રાહત સામગ્રી બેરુત મોકલી આપી છે.
ભારતના વિદેશ મંત્રાલયે લેબેનોનને કુલ 33 ટન તબીબી પુરવઠો મોકલી આપ્યો છે. તેમાં પહેલી ખેપમાં 11 ટન તબીબી સામગ્રીનો પણ સમાવેશ થાય છે. તે લેબેનોના નાગરિકોને ભારત તરફથી માનવીય સહાયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-સૂચનને ધ્યાનમાં રાખીને ભારતે લેબેનોનના નિર્દોષ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ તથા તબીબી સુવિધાઓનો પુરવઠો પૂરો પાડી રહ્યું છે.
ઇઝરાયેલના હુમલાને કારણે લેબનોનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ અને બીમાર પણ થઇ રહ્યા છે. તેથી આ સમયે તેમના માટે તબીબી પુરવઠો સૌથી મોટી જરૂરિયાત હતી. માટે ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત આ માલસામાનમાં કાર્ડિયોવેસ્ક્યુલર દવાઓ, NSAID (નોન-સ્ટીરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરી ડ્રગ્સ), બળતરા વિરોધી એજન્ટો, એન્ટિબાયોટિક્સ અને એનેસ્થેટિક્સ સહિત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
