તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 19th October 2024
૪ ઘરવાળી રાખતો'તો સેનાનો જવાન : બધીને એકસરખો પ્રેમ કરતો : બે તો સાથે રહેતી : હવે ભાંડો ફુટયો
એક પત્નીએ ફરિયાદ કરતા SSP પણ ચોંકયા

મેરઠ, તા.૧૯: મેરઠમાં એક આર્મી જવાનની પત્નીએ પતિ પર દગો આપીને લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિએ ત્રણ લગ્ન કર્યા છે. મહિલા પતિ વિરુદ્ધ એસએસપી ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચી હતી. મહિલાની વાત સાંભળીને એસએસપી વિપિન તાડા પણ ચોંકી ગયા. તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
હૈદરાબાદની રહેવાસી મહિલાએ જણાવ્યું કે, તેના પતિએ ૧૦ વર્ષમાં ૪ લગ્ન કર્યા છે. એવું પણ કહ્યું કે, તેનો મનીષ હરિયાણાના કુરુક્ષેત્ર માનેસર અર્બન સ્ટેટનો રહેવાસી છે. હાલમાં લદ્દાખમાં સેનામાં પોસ્ટેડ છે. પીડિતાએ જણાવ્યું કે, ૨૦૧૫માં મનીષ સાથે તેની મુલાકાત હૈદરાબાદમાં થઈ હતી, તે સમયે મનીષનું પોસ્ટિંગ હૈદરાબાદમાં હતું.
પહેલી જ મુલાકાતમાં તે મનીષને દિલ દઈ બેઠી. બંને વચ્ચે મુલાકાતો થવા લાગી. ટૂંક સમયમાં બંનેએ લવ મેરેજ કરી લીધા. પીડિતાનું કહેવું છે કે, લગ્નના થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ બાદમાં મનીષે પોતાનો અસલી રંગ બતાવ્યો અને તેને -તાડિત કરવાનું શરૂ કરી દીધું. પીડિતાએ કહ્યું કે, જ્યારે હું પ્રેગ્નેન્ટ થઈ તો મનીષે એબોર્શન કરાવી દીધું. ૨૦૧૮માં મને કહ્યા વિના જ ભાગી ગયો.
મહિલાનું કહેવું છે કે, ૨૦૧૯માં મનીષની તૈનાતી મેરઠ ૫૧૦ આર્મી બેઝ વર્કશોપમાં થવાની જાણકારી મળી તો હું મેરઠ આવી ગઈ. પૂછપરછ કરતાં ચોંકાવનારી જાણકારી મળી. જાણવા મળ્યું કે, મનીષ પહેલાથી જ પરણેલો છે અને તેણે ત્રણ લગ્ન કર્યા છે. મનીષને જ્યારે કાનૂની કાર્યવાહીની ધમકી આપી તો પહેલી પત્ની છોડી દેવા અને મને સાથે રાખવાનો વાયદો કર્યો. મનીષ મને લઈને મેરઠના કંકરખેડા પહોંચ્યો અને ભાડુ મકાન લઈને અમે સાથે રહેવા લાગ્યા.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી ૨૦૨૧માં જ્યારે મારા દીકરાનો જન્મ થયો તો મનીષ ફરીથી ગાયબ થઈ ગયો. મેં તેને બહુ શોધ્યો અને ઓગસ્ટ ૨૦૨૧માં તક્ષશિલા કોલોનીમાં તે રહેતો હોવાની જાણ થઈ, જ્યારે હું ત્યાં પહોંચી તો મનીષ બે મહિલા સાથે રહેતો હતો. નવાઈની વાત એ છે કે, તેણે બંને સાથે લગ્ન કર્યા હતા. મનીષ સાથે મુલાકાત થઈ તો તેણે મને સાથે રાખવાની ના પાડી. હવે હું મારા ૩ વર્ષના દીકરાને લઈને ઠેર ઠેર ન્યાય માટે ભટકી રહી છું.
મહિલાએ જણાવ્યું કે, તેણે કંકરખેડા પોલીસ સ્ટેશનમાં મનીષ વિરુદ્ધ છેતરપિંડી કરીને દુષ્કર્મ કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિત અન્ય કેસમાં ફરિયાદ નોંધાવી છે. પણ પોલીસે ખોટી ફરિયાદ નોંધી. મનીષના ત્રણ લગ્ન કરવાનો ઉલ્લેખ રિપોર્ટમાં લખ્યો નથી, એટલા માટે તે એસએસપી ઓફિસે ફરિયાદ નોંધાવવા આવી છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
