તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર

એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા : ૧૫૨ મતોના જંગી અંતરથી વિપક્ષી ઉમેદવારને હરાવ્યા : શ્રી રાધાકૃષ્ણનને કુલ ૭૫૨માંથી ૪૫૨ માન્ય મતો મળ્યા, જ્યારે વિપક્ષના શ્રી સુદર્શન રેડ્ડી ૩૦૦ મતથી સંતુષ્ટ : પીએમ મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું : બીઆરએસ અને બીજેડી મતદાનથી દૂર રહ્યા8:20 PM IST
જાણો કોણ છે ભારતના નવા ઉપ-રાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન : દક્ષિણથી દિલ્હી સુધીનો રાજકીય પ્રવાસ : આરએસએસના કાર્યકર્તા સી.પી. રાધાકૃષ્ણન ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ બન્યા : ૪૫૨ મતોથી શાનદાર વિજય : ઝારખંડ અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ હવે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે : વિપક્ષના ઉમેદવાર શ્રી સુદર્શન રેડ્ડીને ૩૦૦ મતોથી હરાવ્યા9:18 PM IST
હાંશ... હેલ્મેટ કાયદાની કડક અમલવારી નહી થાય : શહેરમાં પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં ફાટી નીકળેલા રોષ અને પ્રજાના પ્રતિ નિધિઓની રજૂઆત બાદ સરકાર નરમ પડીઃ પોલીસ હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા લાવશેઃ હેલ્મેટ પહેરેલા લોકોને પોલીસ ફૂલથી સન્માન કરશેઃ અમલ શરૂઃ રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગઢ - રમેશ ટીલાળા - ડો.દર્શિતા શાહની ગૃહમંત્રી સમક્ષ સફળ રજૂઆતઃ રાજકોટ કોર્પોરેશન ચૂંટણી તદ્ન ઢૂકડી છે ત્યારે હેલ્મેટ ફરજીયાત પહેરાવવાની કસરત ભાજપ માટે બૂમરેંગ થાય તેવી ભીતિથી રાતોરાત ઝૂંબેશ થંભી ગઈ!!! રાજકોટ બંધના એલાન માટે પણ હિલચાલ શરૂ થઇ હતી?3:06 PM IST
નેપાળ ભડકે બળ્યું : રાષ્ટ્રપતિ - પીએમના ઘરે આગજની : પ્રધાનોએ પદ છોડયા : એરપોર્ટ બંધ : વડાપ્રધાનનું રાજીનામુ : નેપાળમાં General-zએ ર દિવસમાં પલટી નાખી સરકારઃ પીએમ ઓલી દેશ છોડવાની તૈયારીમાં : સતત બીજા દિવસે દેશભરમાં હિંસા : ભારત - નેપાળ સરહદ હાઇએલર્ટ પર : સ્થિતિ બેકાબુ : પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં આગ લગાડી : ડેપ્યુટી પીએમની ધોલાઇ કરી3:16 PM IST
રાધાકૃષ્ણ બનશે ઉપરાષ્ટ્રપતિ! નંબર ગેમમાં એનડીએ આગળ : દેશના ૧૭માં ઉપરાષ્ટ્રપતિ માટે સવારે ૧૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભઃ પાંચ સુધી વોટિંગઃ ૬ વાગ્યાથી મતગણતરી : બપોર સુધીમાં ૬૭ ટકા મતદાનઃ પીએમમોદી સહિતના દિગ્ગજોએ કર્યુ મતદાનઃ વિજય માટે ૩૯૧નો આંકડો જોઇએઃ એનડીએ ૪૨૫ આંકડો છેઃ વિપક્ષ પાસે ૩૨૪ વોટ3:05 PM IST
યુએસ ટેરિફ બાદ ભારતીય પેપ્રિકા નિકાસ પર એન્ટિ-ડમ્પિંગ અને કાઉન્ટરવેલિંગ ડ્યુટીનો ખતરો : જો ભારત સમયસર નક્કર પગલાં નહીં ભરે તો લગભગ $45 મિલિયનનો આ વ્યવસાય મુશ્કેલીમાં મુકાશે : સમગ્ર મસાલા ઉદ્યોગ માટે ખતરો : યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ (DoC) એ બે ભારતીય નિકાસકારોને ફરજિયાત પ્રતિવાદીઓ તરીકે પસંદ કર્યા છે એક એન્ટિ-ડમ્પિંગ માટે અને બીજો CVD તપાસ માટે11:18 PM IST
ભયાનક અજકતા વચ્ચે નેપાળમાં મધરાતે લશ્કરે શાસન સંભાળી લીધું: વચગાળાની સરકાર રચવાની પ્રક્રિયા ચાલુ: નેપાળમાં 'જનરેશન ઝેડ' આંદોલન ભારે હિંસક બન્યું, વડાપ્રધાનના રાજીનામા બાદ પણ સ્થિતિ બેકાબૂ : નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગડેલે રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરી: સિગડેલ અને આંદોલનકારીઓના નેતાઓ, કાઠમંડુના મેયર બાલેન શાહ વચ્ચે વાતચીત ચાલુ: નવી સરકારના વચગાળાના વડાપ્રધાન તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કીને નિયુક્ત કરવાની સંભાવના11:49 PM IST
કતાર ઉપર ઇઝરાયલનની એર સ્ટ્રાઇક: હમાસના ટોચના નેતાઓના સફાયો: આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધ્યો: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સહિત અનેક દેશોએ હુમલાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો : આજે કતાર – દોહા પર બોમ્બમારો કરવા ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં જ, ઇઝરાયલે • પેલેસ્ટાઇન • લેબનોન • સીરિયા • ટ્યુનિશિયા • કતાર અને થોડા જ સમય પહેલાં જ, યમન પર પણ બોમ્બમારો કર્યો છે10:38 PM IST
GST દરમાં ઘટાડો કૃષિ અને ડેરી ક્ષેત્રો માટે વરદાન સાબિત થયો : નાના અને મધ્યમ ખેડૂતોને મોટા પાયે ફાયદો થશે : ખેતીનો ખર્ચ ઘટશે અને તેમનો નફો વધશે:ઓર્ગેનિક ખેતીને થશે ફાયદો : ટ્રેક્ટર, ખાતર અને ડેરી ઉત્પાદનો પરના ઘટાડાથી ખેડૂતોની આવક કેવી રીતે વધશે એ અંગેની માહિતી કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આપી માહિતી 10:21 PM IST
પંજાબ : ડૂબી ગયેલા ખેતરો વૈજ્ઞાનિકોની પ્રયોગશાળા બન્યા : પૂર પ્રતિરોધક મકાઈની જાતો માટે પરીક્ષણ શરૂ થશે : સંશોધન પહેલાથી જ ચાલી રહ્યું હતું :ટૂંકસમયમાં પરિણામ આવશે : આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંગઠન તેના લુધિયાણા પ્લાન્ટમાં 10 હાઇબ્રિડ મકાઈની જાતો પર ફિલ્ડ ટ્રાયલ કર્યું : પંજાબના અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું જેના કારણે ૧.૭૫ લાખ એકરથી વધુ ખેતીલાયક જમીન ડૂબી ગઈ10:20 PM IST
પરણિત વ્યક્તિ સાથે સહમતીથી સંબંધ બાંધતી શિક્ષિત મહિલાને "ગેરમાર્ગે દોરાયેલી" ન ગણી શકાય: દિલ્હી હાઈકોર્ટ: બળાત્કારના કેસને રદ કર્યો : કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, બળાત્કારનો કાયદો મહિલાઓની શારીરિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે છે, બદલો લેવા અથવા વ્યક્તિગત લાભ મેળવવા માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.8:55 PM IST
યમુના મૈયા શાંત હો જાઓ: મથુરા અને વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ, હજારો લોકોનું સ્થળાંતર: ભયાનક પરિસ્થિતિ વચ્ચે, વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ તેમના શિષ્યો સાથે યમુનાના વિરાટ સ્વરૂપના દર્શન કરવા પહોંચ્યા:તેમણે એક વહાણ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. યમુનાના પૂરમાં ડૂબેલા ઘણા વિસ્તારોમાં ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ: લોકોની સુરક્ષા માટે પંચકોશી પરિક્રમા જેવા ધાર્મિક કાર્યક્રમો સ્થગિત : વૃંદાવનમાં બ્રજવાસીઓની મદદ માટે અનિરુદ્ધાચાર્ય મહારાજ પણ આગળ આવ્યા છે અને તેઓ પૂરગ્રસ્ત પરિવારો સુધી ભોજન-પાણી પહોંચાડી રહ્યા છે: આ જળપ્રલયને કારણે મથુરા-વૃંદાવનનું પર્યટન પોલીસ સ્ટેશન પણ પાણીમાં ડૂબી ગયું છે: યમુનાના નીર તાજ મહેલની દીવાલ સુધી પહોંચી ગયું8:39 PM IST
યુકે બન્યું ભારતીય વિદ્યાર્થીઓનું નવું પ્રિય સ્થળ: વિઝા મંજૂરીમાં ૪૪% નો વધારો: દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી પણ વિદ્યાર્થીઓની માંગ વધી : કારકિર્દી-કેન્દ્રિત શૈક્ષણિક કાર્યક્રમો, અભ્યાસ પછીની નોકરીની તકો અને યુકેની યુનિવર્સિટીઓની વૈશ્વિક પ્રતિષ્ઠાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ યુકે તરફ આકર્ષાઈ રહ્યા છે.8:25 PM IST
આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સુવર્ણ તક: સિંગાપોર એરલાઈન્સની પેટાકંપની Scoot ની ભારતીયો માટે ₹૫,૯૦૦ થી શરૂ થતા સ્પેશિયલ ભાડાની ઓફર!: આ સેલ ૯ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે : 'સ્કૂટ'સ એવરીવ્હેર સેલ': આ ઓફર મુસાફરીના આયોજન માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે, જેમાં નવા અને રોમાંચક સ્થળોએ ખૂબ જ સસ્તા ભાવે મુસાફરી કરી શકાય છે.8:24 PM IST
પંજાબમાં વિનાશ જોઈને પીએમ મોદી ભાવુક થયા : ૧૬૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું: મૃતકોના પરિવારોને બે લાખ મળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત ખેડૂતો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી : ખેડૂતોએ બંધ તૂટવા, દૈનિક મજૂરી તૂટવા અને ઘરો તૂટવા વિશે વાત કરી : વડા પ્રધાને તેમને મદદની ખાતરી આપી અને ૨૦૨૩ના વળતર અંગે સ્પષ્ટતા માંગવાનું વચન આપ્યું8:14 PM IST
તૈયાર રહેજો.....વરસાદ પછી હવે ઠંડી ગાત્રો ધ્રુજાવશે : લા નીનાની અસર થશે શરૂ : લા નીનાની અસરને કારણે, ઉત્તરી ગોળાર્ધ એટલે કે ભારત સહિત ઘણા દેશોમાં તાપમાન ઝડપથી ઘટશે અને શિયાળો વધુ તીવ્ર બનશે : ખાસ કરીને ભારતના પહાડી વિસ્તારોમાં, 2000 મીટર સુધીની ઊંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થવાની શક્યતા રહેશે8:11 PM IST
નેપાળમાં ભયાનક સ્થિતિ: વિરોધીઓએ પૂર્વ પીએમ ઝાલનાથની પત્નીને જીવતી સળગાવી :તેણીના મોત બાદ વધુ અરાજકતા : જુઓ વિડીયો : નેપાળની રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, કર્ફ્યુ અને પોલીસ કાર્યવાહીથી સામાન્ય લોકોમાં ગુસ્સો અને ભય બંને ફેલાયા 7:17 PM IST
નેવીને વધુ શક્તિશાળી બનાવવા માટે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ' બનાવશે ભારત : પરમાણુ શક્તિથી સંચાલિ જહાજનું વજન આશરે 65 થી 75 હજાર ટન, લંબાઈ 300 મીટર અને ગતિ પ્રતિ કલાક 55 કિલોમીટર સુધી હશે: એકસાથે 55 જેટલા વિમાન લઈ જવાની ક્ષમતા હશે, જેમાંથી 40 ફાઇટર જેટ્સ અને 15 હેલિકોપ્ટર્સ હશે 7:40 PM IST
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનો આત્મવિશ્વાસ: ‘૨૦૨૯માં રાહુલ ગાંધી જ PM બનશે’; સિદ્ધારમૈયા સાથેના સંબંધો પર પણ ખુલીને વાત : સખત મહેનતનું ફળ ચોક્કસપણે મળે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્દેશોનું પાલન કરશે અને રાજ્યને સુશાસન આપવાનું તેમનું મુખ્ય લક્ષ્ય છે.6:59 PM IST
ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન : એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત! : બહુમતથી પણ વધુ ૪૨૯ મતો સાથે પ્રચંડ સરસાઈ (ન્યૂઝફર્સ્ટ) : બીજેડી, બીઆરએસ અને અકાલી દળના સાંસદો મતદાનથી દૂર રહેતા વિપક્ષને મોટો ફટકો : આંધ્ર પ્રદેશના ૧૧ સાંસદોનું એનડીએને સમર્થન : INDI બ્લોકના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને બહુ ઓછું સમર્થન11:01 AM IST
જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટનો માનવતાવાદી સહયોગ: પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹૫૪.૪ લાખનું દાન: સ્ટાફ અને ન્યાયાધીશોનું સ્વૈચ્છિક યોગદાન: સંસ્થા લોકોની સાથે મજબૂત રીતે ઊભી છે : હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ (કાર્યકારી) એમકે શર્મા દ્વારા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને ચેક સુપરત કરવામાં આવ્યો: સંસ્થા મુશ્કેલ સમયમાં શક્ય તમામ સહાય પૂરી પાડતી રહેશે6:54 PM IST
પ્રખ્યાત ટીવી હોસ્ટ અને નેપાળના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન રવિ લામિછાનેને દેખાવકારોએ જેલમાંથી મુક્ત કરાવ્યા : તાત્કાલિક પીએમ પદની રેસમાં સામેલ : સત્તા છોડ્યા પછી, હવે જનતાની નજર ઓલી સરકારે જેલમાં રાખેલા નેતાઓ પર ટકેલી : નેપાળની રાજકીય સ્થિતિ વધુ અસ્થિર બની : લામિછાને છેલ્લા ઘણા મહિનાઓથી સહકારી કૌભાંડના આરોપસર નક્કુ જેલમાં બંધ હતા છતાં યુવાનો પર અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેમનું પ્રભુત્વ અકબંધ રહ્યું6:01 PM IST
યુએસ કનેક્શન, ચીની પ્રેમ અને દક્ષિણ કોરિયાની ભૂમિકા : કેપી ઓલીના રાજીનામાની ઇનસાઇડ સ્ટોરી : ભારત સહિત અનેક દેશોએ ઓલી સરકાર પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી નથી : તેનાથી વિપરીત, આ દેશોએ શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલનને ટેકો આપવાનો સંકેત આપ્યો : ઘરેલુ કારણોસર તેમજ કોઈપણ મોટા દેશ તરફથી સમર્થન ન મળવાને કારણે, ઓલી સરકાર પાસે મર્યાદિત વિકલ્પો હતા5:54 PM IST
વિશ્વના 10 સૌથી મોટા આંદોલનો:જ્યારે સરકાર જનતાના ગુસ્સાનો શિકાર બની અને નેતાઓની ખુરશીને હચમચાવી દીધી: આ આંદોલનો ભ્રષ્ટાચાર, અરાજકતા, આર્થિક ગેરવહીવટ અથવા તે દેશમાં ફેલાયેલી સત્તાના દુરુપયોગને કારણે થયા : બાંગ્લાદેશ, શ્રીલંકાથી માંડીને અનેક દેશોમાં મોટા નેતાઓને જનતાના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું અને સત્તાની ખુરશી હચમચાવી દીધી 6:44 PM IST
નેપાળમાં રાજકીય ઉથલપાથલ: ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન વચ્ચે કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહ કેમ બન્યા યુવાનોની આશા?: આંદોલન દરમિયાન, બાલેન્દ્ર શાહે જાહેરમાં વિરોધ પ્રદર્શનોને આપ્યું સમર્થન : સોશિયલ મીડિયા પર, લોકો તેમને મેયર પદેથી રાજીનામું આપી નવી રાજકીય પાર્ટી બનાવી રાષ્ટ્રીય નેતૃત્વ સંભાળવા કરી રહ્યા છે વિનંતી: 'બાલેન' કાઠમંડુના ૧૫મા મેયર5:22 PM IST
ફ્રાન્સમાં રાજકીય સંકટ: વિશ્વાસ મત ગુમાવ્યા બાદ સરકાર પડી, ડાબેરી પક્ષે મેક્રોનના રાજીનામાની માંગ કરી: મેક્રોન માટે એક વર્ષથી ઓછા સમયમાં ચોથો મોટો રાજકીય ફટકો : મતદાન બાદ તરત જ ડાબેરી પક્ષ ફ્રાન્સ અનબોવ્ડ પાર્ટીના વડા મેથિલ્ડે પેનોટે જણાવ્યું કે, "અમે બીજા કોઈ એવા વડાપ્રધાન નથી ઈચ્છતા જે આ જ નીતિ ચાલુ રાખે.5:20 PM IST
યુએઈમાં ભારતીય જ્વેલરના પુત્રનું દુબઈમાં આકસ્મિક નિધન: હૃદયરોગના હુમલાથી જીવનનો અંત: સ્કાય જ્વેલરી ગ્રુપના કેરળમાં આવેલા તમામ શોરૂમ અને હોટલો મંગળવારે બંધ રાખવામાં આવ્યા : પરિવારમાં તેમની પત્ની, ૧૫ વર્ષની પુત્રી અને ૧૨ વર્ષનો પુત્ર છે. અરુણના નિધનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.5:19 PM IST
મુંબઈના નેવીનગરમાં ડ્યૂટી પર તહેનાત એક અગ્નિવીર પાસેથી એક અજાણી વ્યક્તિ રાયફલ અને કારતૂસ લઈ ફરાર : નેવી સહિત એટીએસ અને મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ : નેવીએ આ પ્રકરણ માટે એક સમિતિ રચી : ઘુસણખોર તે જવાન સુધી કઈ રીતે પહોંચ્યો, તેની પાસે નેવીનો યુનિફોર્મ કઈ રીતે આવ્યો ? સીસીટીવી ફૂટેજ અને બીજા ટેકનિકલ સાધનોની મદદથી તપાસ શરૂ 4:42 PM IST
‘ઓપરેશન સિંદૂર’ની શરૂઆતમાં તેની અવધિ વિશે કોઈ નિશ્ચિતતા નહોતી, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે લોકોને લાગ્યું કે તે 10 દિવસમાં સમાપ્ત થશે, પરંતુ ઈરાન-ઈરાક યુદ્ધ 10 વર્ષ ચાલ્યું. ‘ઓપરેશન સિંદૂર’ પણ આવી અનિશ્ચિતતા સાથે ચાલ્યું : ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી : “દુશ્મન પર કઈ ચીજની માનસિક અસર થશે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે,રશિયા-યુક્રેન યુદ્ધમાં શક્તિનું આકલન ખોટું નીકળ્યું હતું આપણે દુશ્મનની ટેકનોલોજી અને લાંબા યુદ્ધની તૈયારી સમજવી જોઈએ.”4:35 PM IST
વ્યક્તિગત ચેટથી લઈને વ્યાપારિક વ્યવહારો અને વ્યવસાયિક સંચાર માટે વોટ્સએપનો ઉપયોગ ખૂબ જ વ્યાપક : ગઈકાલે થોડો સમય જ બંધ રહેતા આર્થિક વ્યવહારોને ભારે અસર પડી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સે વોટ્સએપ વેબની સમસ્યાઓ વિશે ફરિયાદ કરતા જોવા મળ્યા, એક યુઝરે લખ્યું, “વોટ્સએપ વેબમાં કંઈક સમસ્યા છે? હું ચેટ સ્ક્રોલ જ નથી કરી શકતો.” અન્ય યુઝરે પૂછ્યું, “શું કોઈ વોટ્સએપ વેબ પર સ્ક્રોલ કરી શકે છે?” 4:25 PM IST
સમુદ્ર નીચે કેબલ નાખીને વિશ્વમાં ઇન્ટરનેટ ક્રાંતિ લાવવાની વાર્તા 19મી સદીમાં શરૂ થઈ : 1830 માં એફબી મોર્સ નામના એક વ્યક્તિએ ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ બનાવવાનો વિચાર આવ્યો જેના દ્વારા લાંબા અંતર સુધી વાતચીત કરી શકાય : 1844 માં તેમણે અમેરિકાની પ્રથમ વ્યાપારી ટેલિગ્રાફ લાઇન શરૂ કરી'તી : સમુદ્રમાં કેબલ કોણ નાખે છે? તે કેવી રીતે નાખે છે? તેને નાખવા માટે કોણ ચૂકવણી કરે છે? વ્હેલ અને શાર્ક ભૂલી જાઓ. તે વિશાળ જહાજો અને માછીમારોની જાળમાંથી કેવી રીતે છટકી જાય છે? વાયર કેટલો સમય બિછાવેલો હશે ?ચાલો આજે આ બધા પ્રશ્નોના જવાબો જાણીએ4:14 PM IST
નેપાળમાં સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને કાઠમંડુ બળવાની આગમાં સળગતા આવી પરિસ્થિતિમા ભારતે ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી : પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં પોલીસ એલર્ટ : SSB નેપાળથી આવતા દરેક નાગરિક અને વાહનની વિગતવાર માહિતી રેકોર્ડ કરી રહ્યું છે , 41મી બટાલિયને મેચી બ્રિજ વિસ્તારમાં એક બંકર બનાવ્યું , ખોરીબારી પોલીસ સ્ટેશનની પોલીસે પણ દેખરેખ વધારી 4:08 PM IST
સુદન ગુરુંગની એક હાકલથી લાખોની સંખ્યામાં નેપાળના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ નેપાળના રસ્તાઓ પર ઉમટી પડયા : યુવા વિદ્યાર્થી નેતાએ આપત્તિ રાહત, કટોકટી સમયે સહાય, રક્તદાન અભિયાન અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સતત કાર્ય કર્યું છે : “ભાઈઓ-બહેનો, આ આપણો સમય છે, આપણો અવાજ છે, હવે બહુ થયું.” તેમ સોશિયલ મીડિયા ઉપર કહેતા આ સાથે VPN અને ઑનલાઇન નેટવર્ક્સનો ઉપયોગ કરીને હજારો યુવાનોને એક મંચ પર આવ્યા હતા અને આંદોલન ઉગ્ર બન્યું હતું3:49 PM IST
ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ: એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો: સાંજે પરિણામ: રસાકસી છતાં રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત મનાય છે : નવીન પટનાયકની બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) એ આ ચૂંટણીથી અંતર જાળવ્યું: રસપ્રદ વણાંક: પ્રથમ મત નરેન્દ્રભાઈનો9:13 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે9:11 AM IST
મધ્યપ્રદેશમાં 10 વર્ષમાં મુસ્લિમોની વસ્તીમાં વધારો : હિન્દુઓની ટકાવારી ઘટી : શીખ, બૌદ્ધ અને જૈનોની ટકાવારીમાં પણ નજીવો ઘટાડો : 2011 ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર, રાજ્યમાં કુલ 7.2 કરોડ વસ્તીમાંથી, 6.6 કરોડ હિન્દુ હતા, જે કુલ વસ્તીના લગભગ 90.8% છે : મુસ્લિમોની વસ્તી ૪૭ લાખથી વધુ હતી, જે રાજ્યની કુલ વસ્તીના ૬.૫૭% છે10:28 PM IST
બળાત્કારીને જેલમાં રાખવા બદલ 25 લાખનું વળતર આપવું પડશે! : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : કોર્ટે બળાત્કાર કેસમાં મધ્યપ્રદેશ સરકારને ઠપકો આપ્યો : કોર્ટે કહ્યું છે કે જ્યારે સજા પૂરી થઈ ગઈ હતી, ત્યારે તેને વધુ સજા કેમ આપવામાં આવી ? આ કેસમાં કોર્ટે મધ્યપ્રદેશ સરકાર પર 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો10:29 PM IST
'જો લોકો નાની જરૂરિયાતો માટે પરેશાન થાય, તો તમે શું કામના છો :મધ્યપ્રદેશમાં સીએમએ કલેક્ટરોને ખખડાવ્યા : ખોટા મીટર રીડિંગ લેનારાઓની સેવા બંધ કરી :મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ જિલ્લા સ્તરે જ થવું જોઈએ. મુખ્યમંત્રી હેલ્પલાઈનમાં ફરિયાદ કરવાની સ્થિતિ ન હોવી જોઈએ.11:51 PM IST

શેરી નાટક

અંતિમ સ્પર્શ.....

ખમૈયા કરો ....

જન્મજયંતિ
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યના કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા : જલજીવન’ મિશન અંતર્ગત 'નલ સે જલ' યોજના હેઠળ રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય: મહીસાગર જિલ્લામાં અનિયમિતતા અંગે ૧૨૨ એજન્સી અને ૪૧ પાણી સમિતિ પાસેથી રૂ. ૨.૯૭ કરોડની વસૂલાત કરવામાં આવી7:10 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને ખુલ્લો મૂકયો : ૯ અને ૧૦ સપ્ટેમ્બર દરમિયાન એક્સપોમાં ૧૫૦ જેટલાં સ્ટોલ અને અંદાજે ૨૫૦૦ જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી : આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારવાના કામમાં સહભાગી બનીએઃ ભૂપેન્દ્રભાઈ પટેલ3:36 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને ખુલ્લો મૂક્યો :9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી : આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારવાના કામમાં સહભાગી બનીએ : ભૂપેન્દ્રભાઈ પટેલ12:47 PM IST
હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી : ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ચોક્કસ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ કેટલાક અરજદારો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહોળા પ્રમાણમાં અરજીઓ કરી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયેલ ‘માહિતીનો અધિકાર'નો અતિ/અપ્રમાણસર ઉપયોગ કરવામાં આવે છે આથી અન્ય અરજદારોને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે3:28 PM IST
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓના સફળ આયોજન થકી ૨૦ હજાર કરતા વધુ યુવાઓને રોજગારી મળી: બલવંતસિંહ રાજપૂત : દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી અપાઈ : રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર મંત્રી 3:00 PM IST
પાટણ જિલ્લાની સરસ્વતી–બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો : નદી કિનારે ન જવા કલેકટર તુષાર ભટ્ટની અપીલ : પાટણ વહીવટ તંત્રની સતર્કતા: નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાયાં : પાણીમાં ફસાયેલા ૪૫ લોકો સલામત સ્થળે ખસેડાયા :SDRFની ટીમનું સફળ રેસ્ક્યૂ :છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,સાંતલપુર તાલુકાના વૌવા બકુત્રા, અને કલ્યાણપુરા ગામોમાં તળાવો છલકાઈ જતાં મોટા પ્રમાણમાં આસપાસના ગામોમાં પાણી પ્રવેશ્યું હતુ3:45 PM IST
નાના ગુનાઓને અપરાધમુક્ત કરાશે ! જેલની સજાના બદલે નાણાકીય દંડની જોગવાઈ : ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે આજે બે મહત્વપૂર્ણ બિલો ગળહમાં રજૂ થઇ રહયા છે ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) બિલ, ૨૦૨૫ અને ગુજરાત માલ અને સેવા કર (બીજો સુધારો) બિલ, ૨૦૨૫નો સમાવેશ થાય છે : આ બંને બિલ પર શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો દ્વારા ચર્ચા અને મંતવ્યો રજૂ કરવામાં આવશે3:15 PM IST
ગરબા શીખવા જતી યુવતીઓની સુરક્ષા માટે ૭૦૦થી વધુ મહિલા ટીમો મેદાને...અજય ચોધરી : રાજ્યના પોલીસ કમિશનર, રેન્જ વડાઓ, અને જિલ્લા પોલીસ વડાઓને ફૂલપ્રૂફ સુરક્ષા કવચ પૂરું પાડવા CID વડાના સૂચનથી તાકીદનો પત્ર .... ગરબા સંચાલકો મારફત યુવતીઓને તાકીદની પરિસ્થિતિ સમયે મદદરૂપ બનવા મોબાઇલ નંબર આપવા સાથે સેલ્ફ ડિફેન્સ તાલીમ પણ આપવામાં આવશે... વડાપ્રધાન, કેન્દ્રીય ગળહમંત્રી, મુખ્ય મંત્રી અને ગળહમંત્રીના સિદ્ધાંતો મુજબ ગુજરાતનું મહિલા સુરક્ષા મોડલ યથાવત રાખવા અમારી વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે પ્રાથમિકતા, લોકો પણ સહકાર આપે.. ‘અકિલા' સાથે CID ક્રાઈમના મહિલા સેલના એડી ડીજીપીની વાતચીત...10:59 AM IST
છેલ્લા દોઢ વર્ષથી મનરેગા યોજનામા નોંધાયેલ જોબકાર્ડ હોલ્ડરો રોજગારી મેળવવાથી વંચિત..!! : મનરેગા યોજના 60/40 ના રેશિયોથી શરૂ કરવા ઇ.ટેન્ડરિંગ બંધ કરવા સરપંચોની રજૂઆત: નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના સુચિત સરપંચ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર ડેડીયાપાડા પ્રાંત અધિકારીને પાઠવ્યું10:27 PM IST
સુપ્રીમ કોર્ટે ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માંગ્યો : કેટલાક ખૂબ જ સાચા પત્રકાર હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ કહે છે કે ‘અમે પત્રકાર છીએ’ અને ખરેખર તેઓ શું કરે છે, તે સૌ જાણે છે.”: વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ4:49 PM IST
ખમૈયા કરતા મેઘરાજાઃ રાજ્યના ૨૦ જીલ્લાના ૬૭ તાલુકાઓમાં ઝરમરથી ૬ ઇંચ સુધીનો વરસાદ : નર્મદા ડેમના ૧૦ દરવાજા ખુલ્લા ૧,૬૩૮૭૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આજવા સરોવરની : જળસપાટી ૨૧૩.૭૦ ફૂટ વિશ્વામિત્રીની જળસપાટી ૭૪.૦૪ ફૂટઃ ભરૂચના ગોલ્ડન બ્રિજની જળસપાટી ૪.૫૯ ફૂટ : ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને આજે સવારે ૮ કલાકે ૩૩૯.૩૪ ફૂટે પહોંચી છે ડેમમાં ૧૧૦૧૮૧ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૭૮,૩૯૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝ્વે ની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૭.૯૦ મીટર પહોંચી છે અહીંથી ૧,૧૧,૨૩૧ ક્યુસેક પાણી વહી રહ્યું છે. મધુવન ડેમ ની જળસપાટી ૭૭.૫૦ મીટર12:11 PM IST
ગુજરાત રાજ્યના ખેતરો સુધી કોઈપણ વિક્ષેપ વિના વીજ પુરવઠો પૂરો પાડવા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને યુદ્ધના ધોરણે અદ્યતન MVCC કેબલ સાથે રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇ : છેલ્લા બે વર્ષમાં સુરતમાં ૪૨૨ કિમી અને નવસારીમાં ૨૪૧ કિમી લાંબા ખુલ્લા તારને MVCC કેબલ સાથે બદલાયા : મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ ઉપર ખાસ પ્રકારનું ઇન્સ્યુલેશન કવર હોવાથી, તે ખુલ્લા તાર કરતાં વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર4:07 PM IST
ભારત હવે કોઈ કાંકરીચાળો સાંખી લેશે નહીં એનો સચોટ પુરાવો ઓપરેશન સિંદૂર છે ,140 કરોડ ભારતવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વની પ્રસંશા કરી છે. : પોલિટિકલ વિલ અને નેશનલ સિક્યુરિટીની પ્રાયોરીટી હોય તો દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સિંદૂરથી પુરવાર થયું છે: ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાત વિધાનસભાએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ વિધાનગૃહ માં સર્વાનુમતે પસાર કરાયો : વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્તાવ રજુ કર્યો : વડાપ્રધાનશ્રીએ હંમેશા દેશમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે : ભારતના બદલાયેલા ન્યુ નોર્મલ અભિગમ, અત્યાધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને ઓપરેશન સિંદૂરથી પરિચય મળી ગયો : ઓપરેશન સિંદૂર વડાપ્રધાનશ્રીની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિનો નિર્ણાયક અને ઐતિહાસિક મોડ : ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ ઓપરેશન સિંદૂરે કરી છે : મુખ્યમંત્રી 2:59 PM IST
સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા કુલ ૫૪ ઇનિશિયેટ અને પેક્સને આર્થિક રીતે મજબૂત બનાવવા ૧૪ પહેલ શરૂ કરાઈ: કેન્દ્ર સરકારની પહેલો થકી ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારની તકો ઉપલબ્ધ થઈ : સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા : અમદાવાદ જિલ્લાની પ્રાથમિક કૃષિ વિષયક સેવા સહકારી મંડળીઓમાં ૪૭૩ પેક્સમાં મોડલ બાયલોઝ, ૪૪૮ પેક્સને કમ્પ્યુટરાઈઝેશન, ૧૬૦ પેક્સમાં CSC સેન્ટર જેવા ઇનિશિયેટ શરૂ કરવામાં આવ્યા 3:01 PM IST
ગુજરાતમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શિક્ષણ સહાયક ભરતીનું વેઈટીંગ લીસ્ટ જાહેર : ૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટhttps://gserc.in/ પર જાહેર કરાયુ : ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે3:47 PM IST
નિયમને કાયદાની દ્રષ્ટીએ નહિ, સામાજીક દ્રષ્ટીએ જુઓ અને હેલ્મેટ ફરજીયાત પહેરોઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા. : જુઓ વિડિયો : અમે દોઢ મહિનાનો સમય આપ્યા પછી હેલ્મેટના નિયમને અમલમાં મુક્યો છેઃ લોકોની પરિવારોની સલામતિ માટે હેલ્મેટ ખુબ જરૂરી છેઃ પોલીસ દંડ કરશે એટલે હેલ્મેટ પહેરવું છે એમ ન વિચારો પણ આપણી અને પરિવારની સલામતિને ધ્યાને રાખીને નિર્ણય લોઃ જે વાહનચાલકો હેલ્મેટ પહેરી કાયદાને માન આપતાં થયા છે તેનો અમે આભાર માનીએ છીએ : કાયદો બધા માટે સરખો, જે લોકો વિરોધ કરે છે તે પણ આગળ જતાં સમજી જશે કે જીવનની સલામતિ માટે હેલ્મેટ જરૂરી છેઃ અમને આશા છે કે તમામ વાહનચાલકો હેલ્મેટ પહેરતાં થઇ જશેઃ જેણે હેલ્મેટ પહેર્યા તેનો પોલીસે આભાર માન્યો3:08 PM IST
પોલીસને બાતમી આપતો હોવાની શંકા કરી દિલીપ ગોંડલીયાને ઉઠાવી જઇ બેફામ ધોલધપાટ : મવડીની ભક્તિધામમાં ઘર નજીકથી વૈભવ સહિતના ચાર શખ્સો બાઇકમાં બેસાડી પહેલા ભવનાથ સોસાયટીમાં, પછી આદર્શ સોસાયટી પાછળ અને છેલ્લે ત્યાંથી એક શેરીમાં લઇ ગયા અને મારકુટ કરીઃ છેલ્લે ધમકાવી બાલાજી હોલ પાસે ઉતારી ભાગી ગયાનો આક્ષેપઃ સારવાર માટે દાખલ થયો2:15 PM IST
પલ્લવી આર્ટ ફાઉન્ડેશન દ્વારા ચિત્ર પ્રદર્શન પૂર્ણઃ કલારસીકો ઉમટયા : ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે સ્વ.પલ્લવીબેન કિશોરભાઇ ત્રિવેદી દ્વારા તૈયાર થયેલ અદભુત ચિત્રોથી લોકો મંત્રમુગ્ધઃ યુવા લેખીકા શૈલી ત્રિવેદી લીખીત ચિત્રકલા પુસ્તક અ બ્લેઝ ઇન સાયલન્સના ચોમેરથી વખાણ11:21 AM IST
જીવનમાં હતાશ થવા વગર નવી તકો ઝડપી લેવાનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ ‘ફરી ઍક વાર: શુક્રવારથી સીનેમા ઘરોમાં રીલીઝ : મુખ્ય ભુમિકા કરતા ટીકુ તલસાણીયા અને અવની મોદીએ વર્ણવી રસપ્રદ વિગતો : મોટાભાગનું શુટીંગ : અમદાવાદમાં : ‘ઓ સાથી રે' અને ‘પાટણના પટોળા' ગીતો જમાવટ કરે છે : મ્યુઝીક અઘોરી બેન્ડનું3:54 PM IST
આજે દંડ નહિ-પોલીસે હેલ્મેટ પહેરનારાને ફુલ આપ્યા : ફરજીયાત હેલ્મેટના અમલ માટે ગઇકાલે મેગાડ્રાઇવ બાદ આજે પોલીસે નિરાંત રાખી : ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાની સુચના અનુસાર તમામ મુખ્ય ચોક, રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનોની ટીમોએ કાયદાનું પાલન કરનારાઓને બીરદાવી પ્રશંસા કરીઃ બીજા વાહનચાલકો પણ હેલ્મેટ પહેરતાં થઇ જશે તેવી પોલીસને આશા3:09 PM IST
લોકોને મારવા જ છે તો કટકે-કટકે મારો નહિઃ લાખોની સંખ્યામાં મેમા પકડાવી દયો : હેલ્મેટના મુદ્દે ડી.સી.પી. સાથેની મીટીંગમાં વકીલો-સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા વિરોધ વ્યકત કરાયો : ચુંટાયેલા પ્રતિનિધિઓ કાંઇ કરી શકે તેમ ન હોય તો પ્રજાહિતમાં હેલ્મેટના મુદ્દે અપક્ષ ચુંટણી લડાશેઃ સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટ, વેપારી એસો. ચેમ્બર ઓફ કોમર્સ સત્યાગૃહ સમિતિના વડીલોએ ડી.સી.પી. સમક્ષ વેદના ઠાલવી... 2:49 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ઓટીટી પર આ અઠવાડિયે નવી ફિલ્મો અને સિરીઝ: સુપરસ્ટાર રજનીકાંતની 'કુલી' થી લઈને રોમેન્ટિક 'સૈયારા' સુધી: 'ધ ગર્લફ્રેન્ડ', 'ડુ યુ વોના પાર્ટનર', 'ધ ડેડ ગર્લ્સ' અને 'ધ રોંગ પેરિસ' પણ : આ તમામ રિલીઝ સાથે, દર્શકો ઘરે બેઠા જ વિવિધ શૈલીની ફિલ્મો અને સિરીઝનો આનંદ માણી શકશે: બ્લોકબસ્ટર રોમેન્ટિક ફિલ્મ ઓટીટી પર પણ દબદબો બનાવવા તૈયાર5:27 PM IST
માર્ગ મકાન વિભાગના નાયબ સચિવ હિતેષ પટેલનો જન્મદિન 12:13 PM IST






















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































































