<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કેન્દ્રિય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

ઉત્તર આંદામાન સમુદ્ર પર તાજા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા : સાથે મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાય તેવી શક્યતા

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન એજન્સીએ આવતીકાલે અને સોમવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે સમાન સ્થિતિની આગાહી કરી છે. અ સાથે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ આ મહિનાની 23 અને 24 તારીખે ભારે વરસાદ થવાની સંભાવના છે. એવી આગાહી કરવામાં આવી છે કે ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ વિસ્તારોમાં કોઈ નોંધપાત્ર વરસાદ નહીં પડે.

IMD અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર પર તાજા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, આ મહિનાની 22 તારીખની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાય તેવી શક્યતા છે.

 

(10:52 AM IST)