તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 19th October 2024
યુપીના સિધ્ધાર્થનગરમાં ૫૩ શ્રધ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં પડીઃ ૩ના મોત

લખનૌ,તા. ૧૯: ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ ૬ વાગ્યે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ અકસ્માતમાં લગભગ ૨૨ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ૨ની હાલત ગંભીર હોવાની જાણકારી હતી. દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
લગભગ ૫૩ ભક્તોથી ભરેલી બસ બલરામપુરના દેવીપાટન મંદિરથી મુંડન કાર્યક્રમ બાદ સિદ્ધાર્થનગર પરત ફરી રહી હતી. આ દરમિયાન ચારિગહવા નાળા પાસે સાયકલ સવારને બચાવવાનો ઙ્કયાસ કરતી વખતે બેકાબૂ થયેલી બસ સીધી નાળામાં ખાબકી હતી જેના બાદ ચીસાચીસ મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં જ નજીકમાં રહેતા ગ્રામજનોએ તાત્કાલિક પ્રશાસનને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. થોડીવાર પછી પોલીસ-પ્રશાસનની ટીમ આવી અને બસને નાળામાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવી હતી. આ સમય દરમિયાન, સાયકલ સવાર મંગનીરામ (૫૦) અને બસની અંદર બેઠેલા ૧૪ વર્ષના અજય શર્મા અને ૬૫ વર્ષના ગમ્માનું મળત્યુ થયું હતું. આ અકસ્માતમાં ૨૨ લોકો ઘાયલ થયા છે. જેની સારવાર બધની પીએચસીમાં ચાલી રહી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
