News of Saturday, 19th October 2024
સૌરાષ્ટ્રના ઢસાના આંબરડી ગામની સીમમા વીજળી પડતા દેવીપુજક પરિવારની ૨ મહિલા અને ત્રણ બાળકી સહિત પાંચના મોત: ભારે કલ્પાંત

સૌરાષ્ટ્રમાં ઢસા ખાતે વીજળી ત્રાટકતા સીમમાં કપાસ વીણવા ગયેલ ભારતીબેન ભાવેશભાઈ સાંથળિયા ઉં.વર્ષ ૩૫, શિલ્પાબેન વિજયભાઈ સાંથળિયા ઉં.વર્ષ ૧૮, રિદ્ધિ ભાવેશભાઈ સાંથળિયા ઉં.વર્ષ ૫, રૂપલબેન દલસુખભાઈ વડોદિયા ઉં વર્ષ ૫ અને રાધે ભાવેશભાઈ સાંથળિયા ઉં.વર્ષ ૫ ના મોત થયા છે. તમામ મૃતદેહોને લાઠી સરકારી હોસ્પિટલે પી.એમ.માટે ખસેડવામાં આવ્યા છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દેવીપૂજક પરિવારના 5 સભ્યો લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક વાદળો ઘેરાઈને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. આથી દેવીપૂજક પરિવારના 8 સભ્યો ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વીજળી પડતાં 4 બાળકો અને 1 યુવતી સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે.
આ બાબતની જાણ થતાં તાત્કાલિક 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાંથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલીની હોસ્પિટલ તેમજ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતકોની ઓળખ ભારતીબેન સાંથળીયા (35), શિલ્પા સાંથળીયા (18), રુપાલી વણોદીયા (18),રિદ્ધી સાંથળીયા (5) અને રાધે સાંથળીયા (5) તરીકે થઈ છે. હાલ તો એકસાથે 5 લોકોના અકાળે મોતથી નાના એવા આંબરડી ગામમાં અરેરાટી ફેલાઈ છે.
(વિજય વસાણી અકિલા)
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
