<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

છત્તીસગઢમાં લેન્ડમાઈન બ્લાસ્ટને કારણે ITBPના બે જવાનો શહીદ: બે જિલ્લા પોલીસ કર્મચારીઓ ઘાયલ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટ: ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં ટીમની હાલત સ્થિર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટને કારણે બે જવાનો શહીદ થયા છે. ઘટનાની માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નક્સલવાદીઓએ શનિવારે બપોરે લગભગ 12 વાગ્યે નારાયણપુરમાં લેન્ડમાઈન વિસ્ફોટ કર્યો હતો, જેમાં ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBP ના બે જવાનો શહીદ થયા હતા. 

  અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં બે જિલ્લા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોડલિયાર ગામ નજીકના જંગલમાં લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો , જેમાં ITBP ની 53 મી બટાલિયનના બે સૈનિકો, 36 વર્ષીય અમર પંવર અને 36 વર્ષીય કે. રાજેશ શહીદ થયો હતો. 

  તેમણે કહ્યું કે, આ ઘટનામાં નારાયણપુર જિલ્લા પોલીસના અન્ય બે કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. ઘટનાની માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર જિલ્લાના ઓરછા, મોહંડી અને ઈરકભટ્ટી પોલીસ કેમ્પમાંથી ITBP, બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે SSB અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે ધુરબેડા ગામ તરફ રવાના થઈ હતી.

   અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીમના પરત ફરતી વખતે શનિવારે બપોરે 12 વાગે લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં ITBP ના બે જવાન અને બે જિલ્લા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. 

 અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના થોડા સમય બાદ ઘાયલ ITBP જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અન્ય બે ઘાયલ જિલ્લા પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

   રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ITBP ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 4 ઓક્ટોબરના રોજ, રાજ્યના નક્સલ પ્રભાવિત દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં 38 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

  

(10:14 PM IST)