<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

'દેશના મઠ-મંદિરો સરકારના પ્રભાવથી મુક્ત થવા જોઈએ...': . મઠો અને મંદિરોનું સંચાલન શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ થવું જોઈએ. શંકરાચાર્ય નિશ્ચલાનંદ

રાજનેતાઓએ પહેલા રાજકારણની વ્યાખ્યા જાણવી જોઈએ, જ્યારે તેમને રાજધર્મનું જ્ઞાન નથી તો તેઓ તેનું પાલન કેવી રીતે કરશેઃ નિશ્ચલાનંદ

નવી દિલ્‍હીઃ  પૂર્વમનયા ગોવર્ધન મઠ પુરી પીઠ (ઓડિશા)ના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી રાષ્ટ્રોત્કર્ષ અભિયાન યાત્રા અંતર્ગત ધર્મસભાના સંદર્ભમાં તેમના ત્રણ દિવસીય રોકાણ પર શનિવારે ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'દેશના મઠો અને મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા જોઈએ. મઠો અને મંદિરોનું સંચાલન શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ થવું જોઈએ.'

રાજનીતિ અને ધર્મ વચ્ચેના સંબંધ અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે, 'રાજનેતાઓએ પહેલા રાજકારણની વ્યાખ્યા જાણવી જોઈએ. જ્યારે તેમને રાજધર્મનું જ્ઞાન નથી તો તેઓ તેનું પાલન કેવી રીતે કરશે? રામલલાની સ્થાપના મહત્વાકાંક્ષાના પ્રભાવ હેઠળ થઈ હતી. તેથી જ અયોધ્યાની જનતાએ તેમને ચૂંટણીમાં નકારી દીધા.'

(11:21 AM IST)