<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

દિલ્હીમાં આજે સવારે રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર બોમ્બ વિસ્ફોટઃ લોકોમાં ભયનો માહોલ

વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની દિવાલ પાસે થયો હતોઃ ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા

નવી દિલ્હી : દિલ્હીમાં રવિવારે રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો. આ વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની દિવાલ પાસે થયો હતો. બોમ્બ વિસ્ફોટ બાદ તરત જ ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે.

દિલ્હીના પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલની બાઉન્ડ્રી વોલ પાસે બોમ્બ બ્લાસ્ટ કોલ હોવાની માહિતી હતી. જો કે વિસ્ફોટ પહેલા દિલ્હી પોલીસ અને ફાયર વિભાગને આ અંગે માહિતી મળી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ઘટનાસ્થળે કંઈ મળ્યું ન હતું. દિલ્હી પોલીસ કોલની તપાસમાં વ્યસ્ત છે. દિલ્હી ફાયર સર્વિસ વિભાગના ફાયર કર્મીઓ પણ સ્થળ પર હાજર છે.

(11:49 AM IST)