News of Sunday, 20th October 2024
પ લાખ થી વધુના હેલ્થ ઇન્સ્યોરન્સને મળી શકે છે જીએસટીમાંથી મુકિત
મંત્રીઓનો સમુહ આ મહિનાના અંત સુધીમાં GST કાઉન્સિલને રિપોર્ટ સોંપશે: ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં ટર્મ કે હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવામાં રાહત મળવાની છે. જીવન અને આરોગ્ય વીમા પર GST દર નક્કી કરવા માટે શનિવારે રચાયેલી મિનિસ્ટર્સ (GoM) ની બેઠકમાં, 5 લાખ સુધીના કવરેજ સાથેના આરોગ્ય વીમા અને ટર્મ ઈન્સ્યોરન્સ પરના ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા પર સહમતિ થઈ હતી .
5 લાખથી વધુના કવરેજવાળા સ્વાસ્થ્ય વીમા પર પહેલાની જેમ 18 ટકા જીએસટી લાગતો રહેશે. આ સિવાય વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમને પણ ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. હાલમાં, ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
