News of Sunday, 20th October 2024
કાશ્મીરમાં નવી સરકાર બાદ પ્રથમ મેરેથોન યોજાઇઃ ઉમર અબ્દુલ્લા-સુનીલ શેટ્ટીએ રેસનો પ્રારંભ કરાવ્યો
સીએમ દોડવીરો સાથે જોડાયાઃ અભિનેતાએ પણ જીવંત વાતાવરણના ભરપેટ વખાણ કર્યા

(સુરેશ દુગ્ગર દ્વારા)જમ્મુ: કાશ્મીરમાં શાંતિ માટે આયોજિત કરવામાં આવેલ મેરેથોનને આજે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા અને અભિનેતા સુનીલ શેટ્ટીએ લીલી ઝંડી દેખાડી હતી. આ મેરેથોનમાં વિશ્વભરના એથલિટો અને દોડવીરો જોડાયા હતા.
આ આયોજન અંગે સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે અહીં એક અદભુત માહોલ છે.બાળકો અને દોડવીરો ઉર્જાથી ભરેલા છે. આ સ્વર્ગમાં દોડવું ખૂબ જ ખાસ છે.આટલા બધા સ્પર્ધકોને જોવા ખૂબ જ પ્રશંસનીય છે.
જ્યારે મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ સ્પર્ધકો સાથે મેરેથોનમાં સામેલ થઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ખૂબ જ સુંદર દ્રશ્યો વચ્ચે આયોજિત મેરેથોનમાં શાંતિ અને આશાના પ્રતિકરૂપે જોવામાં આવી છે જે કેન્દ્રશાસિત પ્રદેશમાં રમતગમત અને પર્યટનને પ્રોત્સાહિત કરે છે. આ આયોજન ખૂબ જ મોટી સફળતા છે જેમાં સ્પર્ધકો અને દર્શકો બંનેએ રમત અને પ્રકૃતિના સંયોજનનો આનંદ લીધો હતો. આ આયોજનમાં ૧૩ દેશના સ્પર્ધકોની સાથે ભારતના પણ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટોચના એથલીટોએ ભાગ લીધો હતો.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
