<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

'ભારતીય આકાશ સંપૂર્ણ સુરક્ષિત છેઃ મુસાફરો ડરે નહીં: નાગરિક ઉડ્યન સુરક્ષા બ્‍યુરોની અપીલ

નવી દિલ્‍હીઃ દેશભરની એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળવાનો સીલસીલો ચાલી રહ્યો છે.  શનિવારે એક દિવસમાં 30થી વધુ વિમાનોને બોમ્બની ધમકી મળી હતી. આ ધમકીઓને કારણે મુસાફરોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. તેમણે પણ અસુવિધાનો  પણ સામનો કરવો પડે છે.

દરમિયાન, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) ના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે નકલી બોમ્બની ધમકીઓ પર શક્ય તેટલી વહેલી તકે અંકુશ લગાવવામાં આવશે. ભારતીય આકાશ સંપૂર્ણપણે સુરક્ષિત છે. મુસાફરોએ કોઈપણ પ્રકારના ડર વગર મુસાફરી કરવી જોઈએ.

(1:15 PM IST)