News of Sunday, 20th October 2024
RSSના કાર્યકરો ઉપર હુમલાનો કેસઃ નસીબ ચૌધરીના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

જયપુર : રાજસ્થાનમાં RSSની એક સભામાં સંઘના કાર્યકરો ઉપર ચાકુ અને લાકડીઓથી હુમલો કરનાર નસીબ ચૌધરીના ગેરકાયદે મકાન ઉપર રાજસ્થાનની ભજનલાલ સરકારે બુલડોઝર ચલાવી દીધું છે. જયપુરમાં થોડા દિવસ પહેલાં સંઘનો ખીર વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે નસીબ ચૌધરીએ ચાકુ વડે હુમલો કરતાં સંઘના ઓછામાં ઓછા 10 કાર્યકરો ઘવાયા હતા.
જયપુરમાં મંદિરની નજીક સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને મકાન બાંધી દેનાર નસીબ ચૌધરીને જયપુર ડેવલપમેન્ટ ઑથોરિટી (JDA) દ્વારા શનિવારે ગેરકાયદે કબજાની નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ આવ્યા પછી JDAના અધિકારીઓએ આજે રવિવારે સવારે જ નસીબના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝરની કાર્યવાહી કરી હતી.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
