News of Sunday, 20th October 2024
ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી સિંહે રાજીનામા સાથે કર્યુ નવી પાર્ટી રચવાનું એલાન

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે હું ટૂંક સમયમાં મારી પોતાની નવી પાર્ટીની રચના અંગે જાહેરાત કરીશ. આરસીપી સિંહ મે 2023માં ભાજપમાં જોડાયા હતા જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એનડીએ છોડીને ઓગસ્ટ 2022માં મહાગઠબંધનમાં જોડાઈ ગયા હતા.
આરસીપી સિંહે કહ્યું કે હું ભાજપના સભ્યપદથી અલગ થઇ રહ્યો છું અને એટલા માટે જ મેં સભ્યપદ રિન્યૂ નથી કરાવ્યું. તમે મારા ઈરાદા સમજી શકો છો. હું ટૂંક સમયમાં મારી પોતાની રાજકીય પાર્ટી બનાવીશ."
જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે છેલ્લા દોઢ વર્ષમાં ભાજપમાં કોઈ મહત્વની જવાબદારી ન મળતાં નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું મેં ભાજપના નેતૃત્વને કહ્યું હતું કે મને રાજકીય સંગઠન ચલાવવાનો લાંબો અનુભવ છે તેથી તેમણે મારા અનુભવનો ઉપયોગ કરવો જોઈએ પણ ભાજપની કાર્યશૈલી અલગ છે અને હું તેની પ્રશંસા કરું છું. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારના મહાગઠબંધનમાં જોડાવાના જવાબમાં આરસીપી સિંહને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે નીતીશ જાન્યુઆરી 2024માં એનડીએમાં પાછા ફર્યા ત્યારે આરસીપી પાર્ટીમાં રાજકીય રીતે અલગ પડી ગયા હતા.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
