<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

ISISની નિર્દયતાનો વધુ એક પુરાવોઃ બાળકોના શિરચ્છેદ કર્યાઃ બંધકોને ખવડાવ્યું બાળકોનું માંસઃ યઝદી મહિલાએ જણાવી આપવીતી

ઇઝરાયેલની સેનાએ મુકત કરાવેલ ક્વાઝીયાએ ક્રુરતા જણાવીઃ પોતાના બાળકનું માંસ ખાધાની ખબર પડતા એક મહિલાનું હાર્ટએટેકથી મોત થયેલ

નવી દિલ્‍હીઃ ઇઝરાયેલની સેનાએ બે અઠવાડિયા પહેલા યઝીદી મહિલા ફવઝિયા અમીન સિદોને ગાઝામાંથી મુક્ત કરાવી હતી. જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે તેને ISISના આતંકવાદીઓએ બંધક બનાવી હતી. બાદમાં તેને ગાઝામાં બંધક રાખવામાં આવી હતી.

અમીન સિદોએ બંધક અવસ્થામાં તેના પર થયેલા અત્યાચારોને યાદ કર્યા. તેણે કહ્યું કે 9 વર્ષની ઉંમરે તેને તેના ભાઈઓ સાથે બંધક બનાવવામાં આવી હતી. તેને સિંજારથી તાલ અફર સુધી પગપાળા લઈ જવામાં આવી હતી. તેને ત્રણ દિવસ સુધી ભૂખી રાખવામાં આવી હતી. ત્યારબાદ તેને ખાવા માટે ચોખા અને માંસ આપવામાં આવ્યું. બાદમાં ખબર પડી કે આ માંસ યઝીદી બાળકોનું છે.

"તેઓએ ચોખા બનાવ્યા અને અમને તેની સાથે ખાવા માટે માંસ આપ્યું. માંસનો સ્વાદ વિચિત્ર હતો. અમારામાંથી કેટલાકને પછી પેટમાં દુખાવો થયો. તેઓએ અમને કહ્યું કે તે યઝીદી બાળકોનું માંસ હતું. અમને શિરચ્છેદ કરાયેલા બાળકોના ચિત્રો બતાવ્યા, આ તે બાળકો હતા જે તમે હમણાં જ ખાધા હતા."

તેણે કહ્યું, એક મહિલાને એ જાણ્યા પછી હાર્ટ એટેક આવ્યો કે તેણે બાળકનું માંસ ખાધું છે, જેના કારણે તેનું મૃત્યુ થયું. એક માતાએ ફોટોમાં હાથ જોઈને પોતાના બાળકને ઓળખી લીધું. હતું.

(3:57 PM IST)