<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો નગારે ઘાઃ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

દેવેન્દ્ર ફડણવીસ નાગપુર (દક્ષીણ)થી લડશે ચૂંટણીઃ ૧૩ મહિલાઓને પણ આપી ટીકીટ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર સાઉથ વેસ્ટથી ટિકિટ આપી છે.  જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને કામઠી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે પૈકી 13 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. 

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર એક તબક્કામાં એટલે કે 20મી નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 23મી નવેમ્બરે આવશે.

(4:04 PM IST)