News of Sunday, 20th October 2024
મુકેશ અંબાણી પહોંચ્યા શિવના શરણમાઃ બદ્રીનાથ અને કેદારનાથના કર્યા દર્શન

મુંબઇ પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રવિવારે ભગવાન શિવના શરણમાં પહોંચ્યા હતા. અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ ધામ પહોંચ્યા અને ભગવાન શિવના દર્શન કર્યા. શ્રી બદ્રીનાથ – કેદારનાથ મંદિર સમિતિ BKTC ના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી રવિવારે સવારે શ્રી બદ્રીનાથ ધામની મુલાકાતે આવ્યા હતા. જે બાદ દર્શન માટે શ્રી કેદારનાથ ધામ પહોંચ્યા. મુકેશ અંબાણીએ બંને ધામોને પ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
મુકેશ અંબાણી સવારે 9 વાગ્યે હવાઈ માર્ગે બદ્રીનાથ પહોંચ્યા હતા, ત્યારબાદ મંદિર સમિતિના સીઈઓ અને ઉપાધ્યક્ષે તેમનું સ્વાગત કર્યું. 9:30 વાગ્યે મુકેશ અંબાણીએ બદ્રીનારાયણના દર્શન કર્યા હતા અને વેદપાઠીઓએ અંબાણીની વિશેષ પૂજા કરી હતી.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
