News of Sunday, 20th October 2024
દિલ્હી બ્લાસ્ટ અંગે ગૃહ ખાતાએ રીપોર્ટ માંગ્યોઃ રાજધાનીમાં હાઈ એલર્ટ
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મેપ કરાયોઃ બોંબ મુકનારની ઓળખ મેળવવા દુકાનોની સીસીટીવી ચકાસાયા

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે રવિવાર ના રોજ થયેલા વિસ્ફોટની તપાસની જવાબદારી હવે કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. દરમિયાન, સ્કૂલ બ્લાસ્ટ પર ગૃહ મંત્રાલયે તપાસ એજન્સીઓ પાસેથી બ્લાસ્ટનો રિપોર્ટ માંગ્યો છે.
આ મામલામાં દિલ્હી પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ FIR નોંધી છે. હાલ સ્પેશિયલ સેલ, NIA, CRPF, FSL અને NSG ઘટનાસ્થળે બ્લાસ્ટની તપાસ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સમગ્ર વિસ્તારને મેપ કરવામાં આવી રહ્યો છે. તમામ દુકાનોના CCTVની તપાસ કરવામાં આવી રહી છે જેથી બોમ્બ મૂકનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને મોટા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
.સૂત્રોના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન દિલ્હીમાં મોટા આતંકવાદી ષડયંત્રની પોલીસને આગોતરી બાતમી હતી, જેના પછી તમામ જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. એલર્ટ મુજબ દરેક જગ્યાએ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા. આ પછી, આકાશમાં સફેદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
