News of Sunday, 20th October 2024
આંદમાન નજીક સર્જાયેલુ પ્રેસર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે: હવામાન વિભાગની ચેતવણી
સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના તટ વિસ્તાર નજીકથી બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં પહોંચે તેવી શક્યતા

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચક્રવાતી તોફાનની ચેતવણી આપી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે અત્યારે મધ્ય અંદમાન સાગર પર સ્થિર થયેલ સાઈક્લોનિક સર્ક્યુલેશન 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાત દાના (Cyclone Dana)નું સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ ચક્રવાતી વાવાઝોડુ 24મી ઓક્ટોબરના રોજ સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના તટ વિસ્તાર નજીકથી બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં પહોંચે તેવી શક્યતા છે.
રવિવાર સવાર સુધીમાં, મધ્ય અંદમાન સાગરમાં ઉપરી હવાનું સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર અંદમાન સાગરમાં તબદિલ થયું હતું. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય તથા તેની સાથે જોડાયેલ ઉત્તરી આંદમાન સાગરની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. તે 22મી ઓક્ટોબરની સવારે એક ડિપ્રેશનમાં તબદિલ થશે અને 23મી ઓક્ટોબર સુધીમાં એક ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે.
અંદમાન સાગરમાં 21મી ઓક્ટોબર સુધી મધ્યમથી લઈ તોફાની સમુદ્ર સાથે તોફાની હવામાનની સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 22થી 24 ઓક્ટબર સુધીમં બંગાળની ખાડીના મધ્યમાં હવાની ગતિ 35થી 45 કિમી પ્રતી કલાક પહોંચવાની શક્યતા છે.
આ સાથે હવાની ઝડપ 55 કિમી પ્રતી કલાક રહે તેવી શક્યતા છે. તેને પગલે સમુદ્રની સ્થિતિ ખરાબથી લઈ ખૂબ જ ખરાબ રહે તેવી શક્યતા છે.
24 થી 25 ઓક્ટોબર સુધી બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં 45 થી 55 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, જે 55 કિમી/કલાક સુધી પણ પહોંચી શકે છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
