News of Sunday, 20th October 2024
રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકનું મોત :ડાન્સ કરતાં લોખંડની ભારેખમ જાળી પડતા માથું ધડથી છૂટું પડી ગયું: જુઓ વિડિઓ
લોખંડની જાળી સીધી તેના ગળા પર પડવાથી તેનું માથું ધડથી અલગ થઈ જતાં યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

Reels बनाने वाले सावधान: आगरा में रील बना रहे युवक का सिर धड़ से अलग, देखें वीडियो, मचा हड़कंप pic.twitter.com/yMBcHIbKO7
— Raju Sharma (@RajuSha98211687) October 19, 2024
સોશિયલ મીડિયામાં લાઈક મેળવવા અને ફૉલોઅર્સ વધારવાના ચક્કરમાં આજકાલના યુવાઓ પોતાના જીવના જોખમે રીલ્સ બનાવી રહ્યા છે. ક્યારેક રેલવેના પાટા પર, તો ક્યારે ઊંચી ઈમારતો, તો ક્યારેક જાહેર રોડ પર સ્ટંટ કરીને પોતાની સાથે બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના ચક્કરમાં મોતને ભેટ્યા હોય તેવા સમાચારો ઘણી વખત સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ ઉત્તર પ્રદેશના આગરામાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક ડાન્સી રીલ્સ બનાવવાના ચક્કરમાં મોતને ભેટી રહ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો આગરાના શરાફા બજારનો હોવાનું કહેવાય છે. જેમાં કેટલાક મિત્રો જોઈ શકાય છે. જે પૈકી લાલ શર્ટ પહેરેલો યુવક સ્લો મોશનમાં ડાન્સ કરી રહ્યો છે, જ્યારે સામે બેઠેલા તેના બે મિત્રો મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યા છે. આ દરમિયાન લાલ શર્ટ પહેરેલો યુવક લોખંડની જાળી ઉપર ઉઠાવે છે, ત્યારે જ તેનો પગ લપસે છે. જેથી લોખંડની જાળી સીધી તેના ગળા પર પડવાથી તેનું માથું ધડથી અલગ થઈ જતાં યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકનું માથું અને શરીર અલગ-અલગ થઈને ચોથા માળેથી ત્રીજા માળે પડી રહ્યુ છે. આ સમયે વીડિયો ઉતારી રહેલા તેના અન્ય મિત્રોએ બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ચાંદી બજારમાં કામ કરતા 20 વર્ષીય આસિફ તરીકે થઈ છે, જે આગરાના અબ્બાસનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. આસિફ શનિવારે સવારના સમયે પોતાના 4 મિત્રોની મદદથી જૌહરી પ્લાઝામાં આવેલી દુકાન ખોલવા ગયો હતો, ત્યારે તેનો કાળ સાથે ભેટો થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં એક પરિવાર રેલવે ટ્રેક પર ઉભા રહીને રીલ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ધસમસતી ટ્રેન આવી જતાં આખાય પરિવારને ઠોકરે ચડાવ્યો હતો. જેમાં એક બાળક અને તેના માતા-પિતાનું મોત થયું હતુ.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
