News of Sunday, 20th October 2024
આઝાદીના 77 વર્ષ બાદ પહેલી વખત મિઝોરમ પહોંચશે ટ્રેન : દેશ સાથે જોડાશે રાજધાની આઈઝોલ :જાણો તેની વિશેષતા
પ્રોજેક્ટ આશરે રૂપિયા 8,213.72 કરોડના ખર્ચથી તૈયાર: બેરાબી-સૈરાંગ રેલવે પ્રોજેક્ટ 93 ટકાથી વધારે કામ પૂરુ:આશરે 51.38 કિમી લાંબા આ રુટ પર 4 સ્ટેશન હશે

નવી દિલ્હી :આઝાદીના 77 વર્ષ બાદ મિઝોરમની રાજધાની આઈઝોલ રેલવે નેટવર્ક સાથે જોડાવા જઈ રહ્યું છે. આઈઝોલમાં પહેલી ટ્રેન જુલાઈ 2025 સુધી ચાલવાની શરૂ થઈ જશે.
આ સાથે જ રેલવે નેટવર્કના નકશા પર આવનાર આઈઝોલ પૂર્વોત્તર ભારતની ચોથી રાજધાની શહેર હશે. પૂર્વોત્તર સીમાંત રેલવે (NFR) સૈરાંગ સુધી 51.38 કિમી લાંબી નવી બ્રોડ ગેઝ લાઈનના પાટા બિછાવી રહી છે, જેના પર આગામી નવ મહિનામાં ટ્રેન દોડવાની શરૂ થઈ જશે.
આ પ્રોજેક્ટ આશરે રૂપિયા 8,213.72 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આસામનું શહેર ગુવાહાટી, ત્રિપુરાની રાજધાની અગરતલા અને અરુણાચલ પ્રદેશનું નાહરલાગુન ઘણા વર્ષોથી રેલવે કનેક્ટીવિટી ધરાવે છે ત્યારે હવે આઈઝોલ પણ આ યાદીમાં જોડાઈ જશે.
બેરાબી-સૈરાંગ રેલવે પ્રોજેક્ટ 93 ટકાથી વધારે કામ પૂરુ થઈ ચુક્યું છે. આશરે 51.38 કિમી લાંબા આ રુટ પર 4 સ્ટેશન હશે, જેનું નામ હોરકોટી, કાવનપુઈ, મુઆલખાંગ અને સૈરંગનો સમાવેશ થાય છે.
આ દુર્ગમ રેલવે પ્રોજેક્ટમાં 51.38 કિમી લાંબા રુટમાં 48 સુરંગનો સમાવેશ થાય છે, જેની કુલ લંબાઈ 12,853 મીટર છે. આ પૈકી 12,807 મીટરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ચુક્યું છે.
આ પ્રોજેક્ટમાં 55 મોટા પુલ અને 87 નાના પુલ છે. સૈરંગ સ્ટેશન નજીક પ્રોજેક્ટનો સૌથી ઊંચા સ્તંભનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે, આ ઘાટની ઊંચાઈ 104 મીટર છે અને તે કુતુબ મીનારથી 42 મીટર વધારે છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
