<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

સાવધાન! તહેવારો દરમિયાન બજારમાં વેચાઇ રહ્યા છે નકલી બટેટા

બટેટામાં ઉમેરવામાં આવેલા રંગો અને રસાયણો લોકોની કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છેઃ નકલી બટેટાને કેવી રીતે ઓળખવા ?

નવી દિલ્‍હી,તા. ૨૧: શાકભાજીનો તાજ અને રસોડાનું ગૌરવ ગણાતા બટેટા એ ભારતીય કિચનનો આવશ્‍યક ભાગ છે, પણ નફાખોરીમાં લાગેલા ઉદ્યોગપતિઓ અને ધંધાર્થીઓ તમારા સ્‍વાસ્‍થ્‍ય સાથે રમત રમી રહ્યા છે. તેમણે બટાટાને પણ આપણા વપરાશને યોગ્‍ય છોડ્‍યા નથી. ફૂડ સેફટી એન્‍ડ ડ્રગ એડમિનિસ્‍ટ્રેશન (FSDA) એ તાજેતરમાં બલિયામાં એક મોટો દરોડો પાડ્‍યો હતો, જેમાં ૨૧ ક્‍વિન્‍ટલ નકલી બટેટા જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ બટેટા પર કેમિકલ એપ્‍લાય કરવામાં આવ્‍યું હતું. આવા બટેટા સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં ઉમેરવામાં આવેલા રંગો અને રસાયણો લોકોની કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે.

ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ જણાવ્‍યું હતું કે કેલ્‍શિયમ કાર્બાઈડ નામના કેમિકલનો ઉપયોગ ફળો અને શાકભાજીને ઝડપથી પકાવવા માટે થાય છે. આ રસાયણને સામાન્‍ય ભાષામાં મસાલા કહે છે. તે ઉલટી, ઝાડા, લોહીવાળું મળ, હાર્ટબર્ન, પેટમાં બળતરા, અતિશય તરસ અને નબળાઇનું કારણ બની શકે છે. આ કેમિકલ જો લાંબા સમયસુધી પેટમાં રહે તો તે કેન્‍સરનું કારણ પણ બની શકે છે. સ્‍વાસ્‍થ્‍યને થતા આટલા બધા નુકસાનને જોતા સરકારે આ કેમિકલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.

ચાલો આપણે જાણીએ કે નકલી બટેટાને કેવી રીતે ઓળખવા. FSSAI એ નકલી બટાટાની ઓળખની સરળ પદ્ધતિઓ જણાવી છે

જયારે તમે બટેટા ખરીદો છો, ત્‍યારે તેને તમારા હાથમાં પકડવાનો પ્રયાસ કરો. જો તમને બટેટાનો રંગ સામાન્‍ય કરતા અલગ દેખાય તો સમજી લેવું કે તેને કેમિકલથી પકવવામાં આવ્‍યા છે. આ સિવાય તમે કેમિકલથી પકવેલા બટેટામાં થોડી ગંધ જોઈ શકો છો. તમારે એવા બટેટા ખરીદવાનું પણ ટાળવું જોઈએ કે જેમાં લીલો રંગ હોય.

જો તમે બટેટાને તમારા હાથમાં લો અને તેને હળવેથી ક્રશ કરો અને તે રંગ છોડવા લાગે, તો તે નકલી હોઈ શકે છે. આ સિવાય બટેટાને પાણીમાં બોળીને પણ ટેસ્‍ટ કરી શકાય છે. જો બટેટા પર કોઈ કૃત્રિમ રંગ હશે તો તેને પાણીમાં ધોવાથી દૂર થઈ જશે.

નકલી બટેટા લાલ રંગથી રંગવામાં આવે છે. તેને કાર્સિનોજેનિક માનવામાં આવે છે. તેથી, બટેટા ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે તમારે કોઈપણ અજાણ્‍યા રંગ અથવા ગંધવાળા બટાકાને લેવાનું ટાળવું જોઇએ.

(9:57 AM IST)