શી જિનપિંગ મારી સાથે દુશ્મની નહીં કરે...તે જાણે છે કે હું પાગલ છું
ડોનાલ્ડ ટ્રમ્પે આવું કેમ કહયું ?

વોશીંગ્ટન, તા.૨૧: અમેરિકામાં આ વર્ષે ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ વચ્ચે સીધો મુકાબલો છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન ખૂબ ચર્ચાનો વિષય બની ગયું છે. તેમણે કહ્યું કે જો તેઓ વ્હાઇટ હાઉસમાં પાછા ફરશે અને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો ચીન તેમને ઉશ્કેરવાની હિંમત નહીં કરે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ સારી રીતે જાણે છે કે રિપબ્લિકન પાગલ છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલના એડિટોરિયલ બોર્ડ સાથે વાત કરતા પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે જો તેઓ આવતા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે છે અને જો ચીન તાઈવાનને ઘેરવાનો પ્રયાસ કરશે તો અમે ચીન પર ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તમે તાઈવાન જશો તો મને ખૂબ જ દુઃખ થશે અને હું તમારા પર ૧૫૦ ટકાથી ૨૦૦ ટકા ટેક્સ લગાવીશ.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં દલીલ કરી હતી કે ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકાના તમામ વિરોધીઓ અમેરિકન હિતો વિરુદ્ધ કામ કરશે નહીં. તેમના મનમાં ભય રહેશે. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે તાઈવાનની નાકાબંધી રોકવા માટે તેણે સૈન્ય બળનો ઉપયોગ કરવો પડશે નહીં. તે મારું સન્માન કરે છે અને તે જાણે છે કે હું પાગલ છું. ચીનના રાષ્ટ્રપતિને લઈને ટ્રમ્પે કહ્યું કે તેમની સાથે મારા સંબંધો ઘણા સારા રહ્યા છે અને તેઓ ખરેખર ઘણા સારા છે. ટ્રમ્પે કહ્યું કે મેં તેમની સાથે ખૂબ સારું વર્તન કર્યું.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલી દરમિયાન કહ્યું કે કમલા હેરિસને હરાવવા બહુ મુશ્કેલ નથી. બિડેન કરતાં તેને હરાવવાનું સરળ છે. એટલું જ નહીં ટ્રમ્પે કમલા હેરિસને કટ્ટરવાદી પણ કહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓએ તમારી સ્ટીલ મિલોનો નાશ કર્યો છે, તમારી કોલસાની નોકરીઓનો નાશ કર્યો છે, તમારી તેલ અને ગેસની નોકરીઓ પર હુમલો કર્યો છે અને તમારી મેન્યુફેક્ચરિંગ નોકરીઓ ચીન અને વિશ્વભરના વિદેશી દેશોને વેચી દીધી છે. જો ટ્રમ્પ નવેમ્બરમાં જીતે તો બિલ્ટ ઇન અમેરિકા પોલિસી શરૂ કરવાની યોજના ધરાવે છે. તે પેન્સિલવેનિયા અને મોટા પ્રમાણમાં રાષ્ટ્રમાં વધુ ઉત્પાદન નોકરીઓ પાછી લાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
