News of Monday, 21st October 2024
ચક્રવાત 'દાના'ને લઈને પશ્ચિમ બંગાળ સરકાર હાઈ એલર્ટ પર
બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બે દિવસમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં સર્જાવવા જઈ રહેલા ચક્રવાત 'દાના'ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મૂશળધાર વરસાદ પડી શકે છે.
મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં વરસાદની મહત્તમ સંભાવના છે.
રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.IMDએ રવિવારે જણાવ્યું હતું કે 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાવાની સંભાવના છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
