<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

અમેરિકામાં અત્‍યારથી દેખાઇ રહ્યો છે દિવાળીનો ઉલ્લાસઃ ટાઇમ્‍સ સ્‍કવેયર પર કાર્યક્રમમાં ઉલ્લાસભેર જોડાયા ભારતીયો

ન્‍યુયોર્કઃ દિવાળીને હજુ ૧૦ દિવસ બાકી છે પણ અમેરિકામાં દીપોના આ તહેવારની ખુમારી અત્‍યારથીજ છવાવા લાગી છે. ન્‍યુયોર્કના વિખ્‍યાત ટાઇમ્‍સ સ્‍કવેયર પર આયોજીત એક સમારંભમાં ભારતીય મૂળના લોકો અને સમર્થકોની ભીડ ઉમટી પડી હતી.

ભારતીય મહા વાણિજય દૂતાવાસે એક સોશ્‍યલ મીડીયા પોસ્‍ટમાં જણાવ્‍યું કે ભારતીય-અમેરિકન સમૂદાય તથા અમેરિકન મિત્રો સાથે દિવાળી સમારોહમાં મહાવાણીજય દૂત બી. શ્રીકાંત પ્રધાન સહિત અન્‍ય ભારતીય રાજદૂતો તથા પ્રવાસી ભારતીયો સામેલ થયા હતા.

(3:10 PM IST)