News of Monday, 21st October 2024
ઉંમર અબ્દુલ્લાએ ભાગ લીધો ર૧ કિલોમીટરની કાશ્મીર હાફ મેરેથોનમાં
પાંચ મીનીટ પ૪ સેકન્ડ પ્રતિ કિલોમીટરની ઝડપે દોડયા

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમન અબ્દુલ્લા (પ૪) રવિવારે મેરેથોન માટે શેરીઓમાં આવ્યા અને ર૧ કિલોમીટર દોડીને પોતાનો અંગત રેકોર્ડ બનાવ્યો. એકસ પર નેશનલ કોન્ફરન્સ નેતાએ વિઝયુઅલ શેર કર્યું, ‘‘હું મારી જાતથી ખુબ ખુશ છું. મેં કાશ્મીર હાફ મેરેથોન ર૧ કિલોમીટર, પ મીનીટ પ૪ સેકન્ડ પ્રતિ કિલોમીટરની ગતિએઢ પૂર્ણ કરી. મેં મારા જીવનમાં કયારેય ૧૩ કિલોમીટરથી વધારે દોડ નથી કરી અને તે પણ એક જ વાર. પણ આજે, હું આગળ વધતો રહયો કોઇ યોગ્ય તાલિમ કે પોષણ વગર માત્ર એક કેળું અને કેટલાક ખજૂર તેમજ મારા જેવા અન્ય દોડવીરોના ઉત્સાહના સહારે. આ દોડનો સૌથી સુંદર હિસ્સો હતો, મારા પરિવાર અન્યો મારા ઘર પાસે ઉભા રહીને ચીઅર અપ કરતા હતા ત્યાંથી પસાર થવાનું.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
