<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

આઇજીડીટીયુડબલ્‍યુની ૭૦ ટકા વિદ્યાર્થીનીઓને પ્‍લેટસમેંટ મળ્‍યું

નવ વિદ્યાર્થીઓને ઇન્‍ટરર્નશીપની ઓફર એપલ દ્વારા કોમ્‍પ્‍યુટર સાયન્‍સની વિદ્યાર્થીનીને એક કરોડના પેકેજની ઓફર

નવી દિલ્‍હી તા. ર૧: ઇંદિરા ગાંધી દિલ્‍હી મહિલા ટેકનીકલ યુનિવર્સીટી (આઇજીડીટીયુડબલ્‍યુ) ની કોમ્‍પ્‍યુટર સાયન્‍સ (આર્ટીફીશ્‍યલ ઇન્‍ટેલીજન્‍સ)ની એક વિદ્યાર્થીનીને કંપની મોટરકયુએ એક કરોડના પેકેજની ઓફર કરી છે. જે યુનિવર્સીટીના જુલાઇથી ઓકટોબર સુધી થયેલ પ્‍લેસમેન્‍ટ સત્ર ર૦ર૪-રપનું સૌથી મોટું પેકેજ છે. ઓફર કરી છે. આ સીઝનમાં લગભગ ૭૦ ટકા વિદ્યાર્થીનીઓનું પ્‍લેટસમેન્‍ટ થયું છે. પ્‍લેસમેન્‍ટ પ્રક્રિયા જૂન સુધી ચાલશે.

યુનિવર્સિટી અનુસાર, વૈશ્‍વિક સ્‍તરે બજારની અનિヘતિતાઓ વચ્‍ચે પણ ર૦ર૪-રપની બેચેઢ પ્‍લેસમેન્‍ટમાં રેકોર્ડ સ્‍થાપિત કર્યા છે. ઉંચા સેલરી પેકેજની ઓફરની વાત કરવામાં આવે તો મોટરકયુ કંપનીએ એક વિદ્યાર્થીનીને એક કરોડ રૂપિયાની ઓફર કરી છે, જયારે ગયા વર્ષે બે વિદ્યાર્થીનીઓને ૮ર લાખ પ્રતિ વર્ષ ઓફર કરાયા હતા. તે પહેલાના વર્ષે એમેઝોફને એક વિદ્યાથીર્સનીને ૧.ર કરોડનું સેલરી પેકેજ ઓફર કર્યું હતું.

આ વર્ષે એટલસીયન કંપનીએ પણ બે વિદ્યાર્થીનીઓને ૬૪ લાખ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું છે. જો કે માઇક્રોસોફટ કંપની સૌથી મોટા ભરતીકારોમાંથી એક છે. જેણે ૧૭ વિદ્યાર્થીનીઓને પર.૯ લાખ રૂપિયા પ્રતિ વર્ષની પ્રી-પ્‍લેસમેન્‍ટ ઓફર આપી છે. વેલ્‍સ ફૈરગો કંપનીએ કુલ ૪૯ વિદ્યાર્થીનીઓને ઇન્‍ટર્નશીપ અને ફુલટાઇમ નોકરીની ઓફર આપી છે જો કે તેનું પેકેજ ર૦ લાખ રૂપિયા છે. એપલે ૯ વિદ્યાર્થીનીઓને ૬ મહિનાની ઇન્‍ટર્નશીપ, તો એમેઝોને ર૪ વિદ્યાર્થીનીઓને ૬ મહિનાથી ઇન્‍ટર્નશીપ માટે પસંદ કરી છે

(3:36 PM IST)