News of Monday, 21st October 2024
કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ પ્રથમ મેરેથોનઃ ઓમર અબ્દુલા અને સુનિલ શેટ્ટીએ પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રીએ સ્પર્ધકો સાથે દોડમાં ભાગ લઈ ઉત્સાહ વધાર્યોઃ અભિનેતાએ આયોજનના વખાણ કર્યા

(સુરેશ દુગ્ગર દ્વારા)જમ્મુ,તા.૨૧: કાશ્મીરમાં શાંતિ માટે આયોજિત કરવામાં આવેલ મેરેથોનને આજે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા અને અભિનેતા સુનીલ શેટ્ટીએ લીલી ઝંડી દેખાડી હતી. આ મેરેથોનમાં વિશ્વભરના એથલિટો અને દોડવીરો જોડાયા હતા. આ આયોજન અંગે સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે અહીં એક અદભુત માહોલ છે.બાળકો અને દોડવીરો ઉર્જાથી ભરેલા છે. આ સ્વર્ગમાં દોડવું ખૂબ જ ખાસ છે.આટલા બધા સ્પર્ધકોને જોવા ખૂબ જ પ્રશંસનીય છે.
જયારે મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ સ્પર્ધકો સાથે મેરેથોનમાં સામેલ થઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ખૂબ જ સુંદર દ્રશ્યો વચ્ચે આયોજિત મેરેથોનમાં શાંતિ અને આશાના પ્રતિકરૂપે જોવામાં આવી છે જે કેન્દ્રશાસિત પ્રદેશમાં રમતગમત અને પર્યટનને પ્રોત્સાહિત કરે છે. આ આયોજન ખૂબ જ મોટી સફળતા છે જેમાં સ્પર્ધકો અને દર્શકો બંનેએ રમત અને પ્રકૃતિના સંયોજનનો આનંદ લીધો હતો. આ આયોજનમાં ૧૩ દેશના સ્પર્ધકોની સાથે ભારતના પણ ૨૯ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટોચના એથલીટોએ ભાગ લીધો હતો.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
