News of Monday, 21st October 2024
ગઢચિરોલીમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ: 4 નક્સલીઓ ઠાર:એક પોલીસ ઘાયલ
નક્સલવાદીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું પોલીસે વળતો જવાબ આપ્યો જેમાં ચાર નક્સલીઓ માર્યા ગયા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં છત્તીસગઢ સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર નક્સલીઓને ઠાર મારવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.
પોલીસને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
