News of Tuesday, 22nd October 2024
ભાજપના સભ્યોની સંખ્યા ૧૦ કરોડને પાર પહોંચી : હવે લક્ષ્યાંક ૧૧ કરોડ
હાલની મેમ્બરશિપ-ઝુંબેશ ૧૧ ઓક્ટોબરે શરૂ થઈ હતી અને ઓક્ટોબરના અંતમાં પૂરી થશે

ભારતીય જનતા પાર્ટી ના મેમ્બરોની સંખ્યા ગઈ કાલે ૧૦ કરોડનો આંક પાર કરી ચૂકી હતી અને હવે પાર્ટી એના અગાઉના ૧૧ કરોડ મેમ્બરોના આંકડાને પાર કરવા ચાહે છે. હાલની મેમ્બરશિપ-ઝુંબેશ ૧૧ ઑક્ટોબરે શરૂ થઈ હતી અને ઑક્ટોબરના અંતમાં પૂરી થશે. એકથી ૫ નવેમ્બર વચ્ચે સભ્યોની ચકાસણી થશે. ૧૦૦ રૂપિયાનું દાન આપ્યા બાદ મેમ્બરશિપ-સર્ટિફિકેટ આપવામાં આવશે. પાર્ટીના મેમ્બર બનવા માટે ફોન નંબર ૮૮૦૦૦૦૨૦૨૪ પર મિસ્ડકૉલ આપવાનો હોય છે અને ત્યાર બાદ એમાં જે સૂચના મળે એમ કરવાનું હોય છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
