News of Tuesday, 22nd October 2024
પીએમ મોદી કરશે શી જિનપિંગ સાથે મુલાકાત: કાલે રશિયાના કઝાનમાં દ્વિપક્ષીય મંત્રણા થશે
વડાપ્રધાન મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા રશિયાના કઝાન પહોંચ્યા:પીએમ મોદી અને શી જિનપિંગ સાથે બેઠક થશે

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા રશિયાના કઝાન પહોંચ્યા છે. આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ વાતની પુષ્ટિ કરી છે.
પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર છેલ્લા ચાર વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે. પરંતુ તાજેતરમાં જ બંને દેશો મે 2020 પહેલા સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા છે. આ પછી પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય વાતચીત હશે
આવતીકાલે બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. તેમ વિક્રમ મિસ્રી, વિદેશ સચિવએ જણાવ્યું હતું
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
